Advertisement
Author: નોબત સમાચાર

નેપાળમાં વચગાળાની સરકાર થશે નક્કીઃ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી બનશે વડાપ્રધાન?

સેનાધ્યક્ષ, પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાયા પછી આજે

                                                                                                                                                                                                      

કાઠમાંડુ તા. ૧રઃ નેપાળમાં આજે વચગાળાની સરકાર અંગે નિર્ણય લેવાઈ શકે છે અને પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બની શકે છે. રાષ્ટ્રપતિ પૌડેલ કાર્કીને નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકે છે. આ અંગે આજે બપોરે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને કાર્યકારી સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. તેઓ આંદોલનકારી જુથની માંગણીઓ પૂરી કરતી વખતે નવી ચૂંટણીઓ યોજવાની જવાબદારી સંભાળશે.

સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા જનરેશન-ઝેડ જુથના પ્રતિનિધિઓ, આર્મી ચીફ અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સહિત અનેક હિતધારકો વચ્ચે ગુરુવારે મધ્ય રાત્રિ સુધી ચાલી રહેલી વાટાઘાટો અનિર્ણિત રહી, જો કે ઘણાં સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવા નેતૃત્વવાળા જનરલ-ઝેડ જુથે નવા વડાપ્રધાન પદ માટે કાર્કીનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. રાષ્ટ્રપતિ પૌડેલ શુક્રવારે સવારે કાર્કીને નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકે. આજે બપોરે આ સંદર્ભે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવે છે.

ઉલ્લેખનિય છે કે, નેપાળમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે આંદોલનકારી જનરલ-ઝેડમાં કોઈ સર્વસંમિત નહોતી. ઓનલાઈન લોકમત પછી સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી (ઉ.વ. ૭૩) નું નામ બુધવારે આર્મી ચીફ અશોક રાજ સિગ્ડેલને સુપરત કરવામાં આવ્યું હતું. ગુરુવારે, બીજા જુથે નેપાળ વિદ્યુત સત્તામંડળના વડા કુલમાન દ્યિસિંગનું નામ આગળ ધરીને કહ્યું કે, કાર્કી યુવાનોનું નેતૃત્વ કરવા માટે ખૂબ વૃદ્ધ છે. સાંજ સુધીમાં દ્યિસિંગે પોતાનું નામ પાછું ખેંચી લીધું. હવે ફક્ત કાર્કીનું નામ બાકી છે. આ મુદ્દે લશ્કરી મુખ્યાલયની બહાર આંદોલનકારીઓના બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં કેટલાક યુવાનો ઘાયલ થયા હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ વર્તમાન રાજકીય ગતિરોધનો સામનો કરવા માટે વિવિધ રાજકીય નેતાઓ અને બંધારણીય નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે. નવી સરકાર બનાવવા માટે બે વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો છે. સંસદનું વિસર્જન કરવું અથવા તેને જાળવી રાખવી, જો કે આંદોલનકારી જુથ બંધારણીય માળખામાં ઉકેલ શોધવા માટે સંમત થયું છે.

આજે નેપાળના કર્ફયુમુક્ત વિસ્તારોમાં લોકોના રોજિંદા જીવન માટે ચાર કલાક માટે રાત્રિ કર્ફયુમાં છૂટ આપવામાં આવી છે. દેશભરમાં સવારે ૧૧ થી સાંજે પ વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશો લાગુ રહેશે. ત્યારપછી બીજા દિવસે સાંજે ૭ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ ફરી શરૂ. થાય તે પહેલા બે કલાકનો સમયગાળો રહેશે.

આ પહેલા સોમવારે ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે સેંકડો વિરોધીઓ રસ્તા પર ઉતર્યા પછી કેવી શર્મા ઓલીએ મંગળવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત પછી વિરોધીઓ રાજીનામાની માગણી સાથે તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતાં. દરમિયાન સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પૌડેલે ઓલીનું રાજીનામું સ્વીકારી લીધું છે, પરંતુ કહ્યું છે કે તેમના નેતૃત્વ હેઠળનું  મંત્રીમંડળ નવી મંત્રી પરિષદની રચના ન થાય ત્યાં સુધી સરકાર ચલાવતું રહેશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવારે થયેલા વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક પ૦ થી વધુ થઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh