Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌચર, ખરાબા અને વ્યક્તિગત માહિતીની જમીનોમાં પેશકદમી
ખંભાળિયા તા. ૩: જુના તથિયાના સરપંચ તથા ગ્રામજનોએ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની ગૌચરની જમીનમાં બળજબરીથી વીજ થાંભલા ઊભા થાય છે, તેવી ફરિયાદ કરી છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયાના જુના તથિયા ગામના સરપંચ, આગેવાનો તથા ગ્રામજનો દ્વારા તેમના ગામમાં ગૌચરની જમીનમાં બળજબરીથી વીજ થાંભલા ઊભા થતા હોય, સામૂહિક રીતે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપી બંધ કરવા માગ કરાઈ છે.
જુના તથિયા ગામે આ વીજ થાંભલા ઊભા કરનાર ખાનગી કંપની દ્વારા અગાઉના વહીવટદાર સમયમાં ગ્રામ પંચાયતના લેટરપેડનો ઉપયોગ કરીને ગામને વિશ્વાસમાં લીધા વગર અંગત સ્વાર્થ માટે કંપની સાથે સાંઠગાંઠ કરીને પોતાની મેળે કંપનીને ગ્રામ પંચાયતની મંજુરીના કાગળો કરી આપેલ છે, જેમાં ગ્રામજનોને વિશ્વાસમાં પણ લીધા નથી.
ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીથી કામ વિરોધ કરનારને પુરાવી દેવા ધમકી
જુના તથિયા ગામની ગૌચર જમીન, ખરાબા તથા કોઈ વ્યક્તિની ખાનગી માલિકીની જમીન હોય, તેમાં પણ ગેરકાયદે વીજ થાંભલાના કામો ચાર-પાંચ કંપનીઓ દ્વારા થાય છે. આ ગેરકાયદે થતા કામનો વિરોધ કરનાર સરપંચ, ગ્રામજનો તથા આગેવાનોને પોલીસ તથા સરકારી તંત્રનો ઉપયોગ કરીને ધરપકડની ધમકી આપવામાં આવી રહી છે.
સમગ્ર તંત્ર જાણે ખાનગી કંપનીના હાથમાં હોય તેમ વર્તન કરતા હોય, ગેરકાયદે કામ તાકીદે બંધ કરવા તથા જે પોલ ગેરકાયદે ઊભા થયા છે. તેને તાકીદે દૂર કરવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial