Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ પણ પેઢીની ઓફિસે મચ્યો હતો હોબાળોઃ
જામનગર તા. ૨૮: જામનગર શહેર તથા જિલ્લાના નાગરિકોને રોકાણ સામે સારૂ વળતર આપવાની લાલચ બતાવી એક પેઢીએ લાખો રૂપિયા એકઠા કરી લીધા પછી જામનગર સ્થિત ઓફિસને તાળા મારી દીધા હતા. આ પેઢીના સૂત્રધારો સામે ફોજદારી ફરિયાદ નોંધવાની માગણી સાથે કેટલાક રોકાણકારોએ પોલીસને રજૂઆત કરી છે.
જામનગરના પંચેશ્વર ટાવર રોડથી વિભાજી સ્કૂલ તરફ જવાના રસ્તા પર આવેલી એક ઈમારતમાં કેટલાક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી યુનિક મર્કેન્ટાઈલ નામની પેઢીની ઓફિસ દ્વારા જામનગરના રોકાણકારોને સારૂ એવું વળતર મળશે તેવી મધલાળ બતાવી રોકાણ ઉઘરાવ્યું હતું.
ત્યારપછી કંપનીના એજન્ટો મારફત કેટલાક નાગરિકોએ પોતાની બચત તેમાં રોકી હતી. તે રોકાણની મુદ્દત પૂર્ણ થતા વળતર સાથેની રકમ મેળવવા માટે આ પેઢીની ઓફિસે ગયેલા નાગરિકોને પેઢીએ ઉઠમણું કર્યાની વિગતો જે તે વખતે બહાર આવી હતી અને અગાઉ પેઢીની કચેરીએ હોબાળો પણ મચી ગયો હતો.
ત્યારપછી ફરીથી કેટલાક રોકાણકારોએ એકત્ર થઈ પોલીસ મથકે જઈ આ કંપનીના સૂત્રધારો સામે ગુન્હો નોંધવાની માગણી કરી છે. યુનિક મર્કેન્ટાઈલ સામે જામનગર સિવાય અન્ય શહેરમાં આ રીતે છેતરપિંડીનો ગુન્હો નોંધાઈ ચૂક્યો છે ત્યારે જામનગરમાં પણ ફરિયાદ નોંધવા માગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial