Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી સ્વ. માધવજીભાઈ રામજીભાઈ રાયચૂરાના પત્ની ગં.સ્વ. જશવંતાબેન માધવજીભાઈ રાયચૂરા (ઉ.વ.૯૩) તે પ્રકાશભાઈ, બિરેનભાઈ, રાજેશભાઈના માતા આસો સુદ બારસ તા. ૪-૧૦-૨૫ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા બંને પક્ષની સાદડી તા. ૬-૧૦-૨૫, સોમવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમા રાખેલ છે.
જામનગરઃ તુલસીભાઈ રામજીભાઈ કટારમલ (ઉ.વ.૮૪) તે શંભુભાઈ, મોહનભાઈ, ભરતભાઈના ભાઈ,જગદીશભાઈ, શૈલેષભાઈ, ભાવેશભાઈ, મનિષભાઈના પિતાનું તા. ૨ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૪ ને શનિવારે સાંજે ૬ થી ૭ દરમ્યાન કચ્છી ભાનુશાળીની વાડી, ૫૮-દિગ્વિજય પ્લોટ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ બેંગલોર નિવાસી (મૂળ ધ્રાફા) સ્વ. તનસુખલાલ ઓધવજી શેઠ (મહેતા) ના પત્ની ગં.સ્વ. કાન્તાબેન (ઉ.વ.૯૧) તે સ્વ. વૃજલાલ ભગવાનજી સાવડીયાના પુત્રી, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. બિપીનભાઈ, સ્વ.ભરતભાઈના બેન, સ્વ. નીતિનભાઈ, સ્વ. કિરણભાઈ, કમલેશભાઈના માતા, ગં.સ્વ. મીનાક્ષીબેન, પૂનમબેનના સાસુ, કેયુરી, પ્રતિકના દાદી, ઋષભકુમાર, કોમલના દાદી સાસુ, યોહાન, પલના પરદાદીનું તા. ૩ ના બેંગલોરમાં અવસાન થયું છે.
જામનગર નિવાસી વિમળાબેન બાબુલાલ મહેતા (ઉ.વ.૮૫) નું તા. ૩ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૪, શનિવારે સાંજે ૪ વાગ્યે વારિયાના ડેલાવાળા ઉપાશ્રય, ગાંધીજીના પૂતળા સામે, જામનગરમાં રાખેલ છે. લૌકિક વહેવાર રાખેલ નથી.
ખંભાળીયાના લોહાણા જ્ઞાતિના સ્વ. નરેન્દ્રભાઈ ગિરધરલાલ દત્તાણી (ગગુ દત્તાણીવાળા)ના પત્ની સરોજબેન (ઉ.વ.૭૫) તે સ્વ. કિશોરભાઈ, સ્વ. સુરેશભાઈ, સંજયભાઈ દત્તાણીના ભાભી, દીપાબેનના માતા, નિખિલભાઈ, દિપકભાઈના કાકી, પ્રથમ, દર્શનાના દાદી, અમૃતલાલ રાજા (કોલકાતા)ના પુત્રીનું તા. ૨ ના અવસાન થયું છે.
ખંભાળીયા (મૂળ સલાયા) નિવાસી બાબુલાલ કોટેચાના પુત્ર જયેશભાઈ (જે.બી.વીડિયો)ના પત્ની તારાબેન (ઉ.વ.૫૮)નું તા. ૨ ના અવસાન થયું છે.
ભાટીયાઃ તુષારભાઈ રસિકલાલ પંડયા (ઉ.વ.૬૫) તે સ્વ. રાજુભાઈ, સ્વ. રાજેશભાઈ, પરેશભાઈના મોટાભાઈ, શુભમભાઈના પિતાનું તા. ૨ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૪ ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે દૂધેશ્વર મહાદેવ મંદિર,ભાટીયામાં રાખેલ છે.