Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ' દ્વારા તાકીદે મોટી રાહતની જાહેરાત કરવા માગઃ
ખંભાળિયા તા. ર૯ઃ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં માવઠાના થયેલા વરસાદમાં ખેડૂતોનો મોઢા સુધી આવેલ કોળીયો એવો મગફળીનો પાક તૈયારની સ્થિતિમાં માવઠાથી વ્યાપક નુક્સાન થતા ખેડૂતો હતાશ થઈ ગયા છે તથા તાકીદે ખેડૂતોને રાજ્ય સરકાર મોટી રાહત જાહેર કરે તેવી માગ કરાઈ છે.
ખંભાળિયામાં ર૭ મી રાત્રિના દોઢ ઈંચ, કલ્યાણપુરમાં બે ઈંચ, ભાણવડ પોણો ઈંચ, દ્વારકા અડધો ઈંચ વરસાદ પડતા કેટલાયે સ્થળે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં તથા આવડો મોટો વરસાદ આવે તેવી આશા ના હોય તથા ખેડૂતોની મગફળીના પાથરા પણ પલળી જતા મગફળીનો પાક નાશ જેવી સ્થિતિમાં થઈ ગયો છે, તો અનેક વિસ્તારોમાં કાઢેલી કે તૈયાર થઈ ગયેલી મગફળીના પાકમાં જોરદાર વરસાદ થતાં મગફળીનો તૈયાર પાક ફૂગ લાગે તેવો થઈ ગયો છે.
ખંભાળિયાના જાણીતા ખેડૂત આગેવાન મોહનભાઈ મોકરિયાએ જણાવ્યું કે, ખંભાળિયા-કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં વ્યાપક વરસાદથી ખેડૂતો જે મગફળી ખેતરમાં કાઢીને રાખેલી તેઓને તથા તૈયાર પાકવાળાને બહુ મોટું નુક્સાન થયું છે તથા ખેડૂતો પાથરા કાઢીને બેઠા હતાં કે હલર ચલાવીને મગફળી કાઢીએ તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું, તો મગફળીનો ભૂકો જે ઢોર માટે ઘાસચારો થાય તેનું પણ પૂરૃ થઈ ગયું હોય, આગામી સમયમાં ઘાસચારાની ભારે અછત થાય અને બહુ મોટા ભાવ થાય તેવું પણ છે.
વ્યાપક અને ભારે વરસાદથી અનેક જગ્યાએ ખેડૂતોની મગફળી પર પાણી ફળી વળ્યું હોય, આજે પણ વરસાદી વાતાવરણ રહેતા તડકો ના નીકળતા સ્થિતિ વધુ બગડી છે તથા ખેડૂતોમાં વ્યાપક રીતે તાકીદે મોટી રાહતની માગણી કરાઈ છે.
ઓચિંતા વરસાદને કારણે કેટલાક શાકભાજીના પાકને પણ નુક્સાન થતા લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકાર ખેડૂતો પાસે હવે શિયાળુ વાવેતરના પૈસા પણ ના હોય જેમ બને તેમ તાકીદે સર્વે કરીને વળતર/રાહત ચૂકવે તેવી માગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial