Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં આઠ વર્ષમાં ૫૮ હજાર જેટલા બેરોજગારોને રોજગારીઃ ભરતીમેળા

વડાપ્રધાનના વડપણ હેઠળ વિકાસની વણથંભી યાત્રા અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા આઠ વર્ષમાં ૫૭૯૦૫ રોજગાર વાચ્છું ઉમેદવારોને રોજગારી આપાઈ છે અને સરકાર દ્વારા આયોજિત ભરતીમેળાઓ થકી રોજગારી મેળવી યુવાઓ આત્મનિર્ભર બન્યા છે. તેવો દાવો જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ દરમ્યાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૭ થી તા. ૧૫ ઓકટોબર દરમ્યાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે.

નોકરી વાચ્છુંઓને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું કામ કરતી સરકાર હસ્તકની કચેરી એટલે રોજગાર કચેરી. નોકરી શોધનારાઓને માટે કઈ કઈ જગ્યાએ નોકરીની તકો ઉપલબ્ધ છે તે અંગેની તથા નોકરીદાતાઓને કયા પ્રકારના કર્મચારીઓની જરૂ.ર છે તે અંગેની માહિતી ભેગી કરવી, આ રીતે એકત્રિત થયેલી માહિતીની જાણ સંબંધિત વ્યક્તિઓને કરવાનું કામ રોજગાર વિનિમય કચેરીઓ બજાવે છે. વ્યવસાયલક્ષી સલાહ અને માર્ગદર્શન પુરૃં પાડવું, સરકારી એજન્સીઓને, નોકરીદાતાઓને તથા આમ જનતાને ઉપયોગી થાય તેવી નોકરીઓ અંગેની સામાન્ય માહિતી પૂરી પાડવાની કામગીરી રોજગાર કચેરીઓ દ્વારા કરવામાં આવતી હોય છે.

જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સમયાંતરે વિવિધ રોજગાર ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં વિવિધ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઉપસ્થિત રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. આ પ્રકારે છેલ્લા ૮ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૫ દરમ્યાન જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૫૭૯૦૫ રોજગાર વાચ્છું ઉમેદવારોને રોજગારી આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. જેના થકી યુવાઓ આત્મનિર્ભર બન્યા છે. વર્ષ ૨૦૧૮માં ૧૦૦૫૨ જરૂ.રિયાતમંદ લોકોને, વર્ષ ૨૦૧૯માં ૮૬૦૮, વર્ષ ૨૦૨૦માં ૪૯૬૫, વર્ષ ૨૦૨૧માં ૫૭૩૭, વર્ષ ૨૦૨૨માં ૭૦૦૦, વર્ષ ૨૦૨૩માં ૭૧૪૭, વર્ષ ૨૦૨૪માં ૭૪૫૪ તથા ચાલુ વર્ષ દરમ્યાન અત્યાર સુધીમાં ૬૮૪૨ જરૂ.રિયાતમંદ લોકોને રોજગારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા ખૂબજ મહત્ત્વની છે. જેમાં ગુજરાત પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૭૭૧૨ ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃત્તિઓ થકી અંદાજે ૧૩.૯૯ લાખ કરતા વધુ યુવાઓને રોજગારી આપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા માર્ચ-૨૦૨૩માં  પ્રસિદ્ધ થયેલા 'એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીક્સ-૨૦૨૩' મુજબ વર્ષ ૨૦૨૨માં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવેલું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh