Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની પ્રાથમિક મતદારયાદી આગામી ૧૬મી ડિસેમ્બરે પ્રસિદ્ધ થશેઃ જિલ્લા ચૂંટણી અધિકારી

રાજકીય ૫ક્ષો દ્વારા કલેકટર અને ચૂંટણીતંત્રની કામગીરીને બીરદાવાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત ગણતરી ફોર્મની કામગીરી ૧૦૦% પૂર્ણ થઈ છે, હવે તા. ૧૬ ડિસેમ્બરના પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે એસઆઈઆર અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, તેમાં વધુમાં જણાવાયું છે. વિતરણ કરાયેલા તમામ ૧૨,૪૧૦૯૬ ગણતરી ફોર્મની ડીજીટાઈઝડની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. આ બેઠક દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્રની કામગીરી બિરદાવી હતી. તો કલેકટરે સહયોગ બદલ સૌનો આભાર માન્યો હતો.

ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬નો સુધારેલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં હાલ એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલ કામગીરીને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મની કામગીરી ૧૦૦% તેમજ આયોજનબદ્ધ પૂર્ણ કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી. એસ.આઈ.આર.ની કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્રને તથા લોકોને સહયોગ આપવામાં મદદરૂપ થવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ જરૂર જણાયે ચૂંટણીશાખાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ના સુધારેલ કાર્યક્રમ મુજબ તા.૧૧ ડિસેમ્બર સુધી ગણતરીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ગણતરી ફોર્મની કામગીરી ૧૦૦% પૂર્ણ થઇ છે.તા.૧૬ ડિસેમ્બરના  પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

જામનગર જિલ્લામાં હાલ મતદારયાદીના કુલ ૧૨૪૨ ભાગ છે. જે મતદાન મથક પુનર્ગઠન થવાથી ૧૩૮૮ થશે. એટલે કે ૧૪૬ ભાગનો વધારો થશે. જે મુજબ મતદારયાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થશે. તા.૨૭-૧૦-૨૦૨૫ની સ્થિતિએ જિલ્લાના કુલ મતદારો ૧૨,૪૧,૦૯૭ છે. જેમના એન્યુમરેશન ફોર્મનું બી.એલ.ઓ. મારફતે ડીસ્ટ્રીબ્યુશન કરી તે પૈકીના ૧૦,૬૦,૧૬૨ ફોર્મ ડીજીટાઈઝ્ડ પણ થઇ ચુક્યા છે.  જે ૧,૮૦,૯૩૪ ફોર્મ કલેક્ટ થઇ શક્યા નથી તે પૈકી ૪૨,૯૪૦ લોકોનું અવસાન થઇ ચુક્યું છે. ૩૭,૯૧૮ મતદારો ગેરહાજર કે મળી શક્યા નથી. ૯૦,૦૫૭ લોકો કાયમી સ્થળાંતર કરી ચુક્યા છે. ૬૨૬૦ની પહેલાથી નોંધણી થઇ ચુકી છે અને ૩૭૫૯ લોકોના અન્ય કારણોનો સમાવેશ થાય છે. ગણતરી ફોર્મ કલેક્ટ થઇ ન શક્ય હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં પ્રસિદ્ધ થશે નહી. નામ કમી થયેલ હોય તેવા મતદારોએ જો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવું હોય તો નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે.

જામનગર જિલ્લામાં તા.૧૦-૧૨-૨૦૨૫ની સ્થિતિએ વર્ષ૨૦૦૨ની યાદીમાં નામ ન હોય તેવા ૧,૮૮,૨૩૫ લોકોનું મેપિંગ કરવાનું બાકી છે. જે મતદારોનું વર્ષ-૨૦૦૨ની મતદારયાદી સાથે મેપિંગ નહી થયેલ હોય તેવા મતદારોને નોટીસ આપવામાં આવશે. મતદારે ભારતના ચૂંટણી આયોગ દ્વારા માન્ય કરવામાં આવેલ પુરાવા પૈકીના જરૂરી પુરાવાઓ રજુ કરવાના રહેશે.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર, મતદાર નોંધણી અધિકારીઓ, અગ્રણી બીનાબેન કોઠારી, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વગેરે હાજર રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh