Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જુના મકાનનો રવેશ તૂટયો...
ખંભાળિયા તા. ૮: તાજેતરમાં ખંભાળિયામાં વરસાદી માહોલની વચ્ચે અહીંના જોધપુર ગેઈટમાં એક જુના મકાનની જર્જરીત વિશાળ અગાશી ધડાકા સાથે તુટી પડી હતી. સદભાગ્યે ત્યાં કોઈની અવરજવર ના હોય ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
બનાવ પછી જાગેલી પાલિકા દ્વારા શહેરમાં જુના જર્જરીત પાંચ મકાનના માલિકોને તોડી પાડવા નોટીસ આપવામાં આવી હતી. તથા જાહેર નોટીસથી જર્જરીત મકાનોને તોડી પાડવા અથવા ભયજનક બાંધકામ દૂર કરવા ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છેે.
અનેક જુના જર્જરીત મકાનો
ખંભાળિયા ભાટીયા જ્ઞાતિનું વસાવેલું શહેર હોય અહીં પાંચ હાટડી, ખોડીયાર શેરી, લોહાણા મહાજન વાડી, યશોદા શેરી, સહિતના અનેક વિસ્તારોમાં ૧૦૦ વર્ષથી પણ જુના મકાનો, જર્જરીત હોય તથા કેટલાક મકાનના માલિકોનો તો પત્તો ના હોય કોના છે કે કોણ તેનું માલિક છે તે પણ ખબર ના હોય જુના જર્જરીત મકાનો લોકો માટે જીવલેણ થવાની સંભાવના છે. ત્યારે કેટલાક અત્યંત જોખમી મકાનો પાંચહાટડી, લોહાણા મહાજન વાડી પાસે છે તે તાકીદે દૂર થાય તેવી પણ લોકોમાં માંગ ઉઠી છે. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના બને ત્રણેક વર્ષ પહેલા જુનું મકાન પડી જતાં ત્રણ વ્યકિતએ જીવ ગુમાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial