Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ખાવડી નજીક ગાગવાધારમાં યુવાનને ઝીંકાયો ફડાકોઃ
જામનગર તા. ૪: કાલાવડના ખીમાણી સણોસરા ગામમાં વસવાટ કરતા ત્રણ આસામીએ આ ગામના જ એક શખ્સ સામે ફોન કરી ગાળો ભાંડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે મોટી ખાવડી નજીકના ગાગવાધારમાં એક યુવાનની ઘરની બહાર બોલાવી બે શખ્સે લાકડી-ફડાકાથી માર મારી ગાળો ભાંડ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં કેટલાક વ્યક્તિઓ વચ્ચે તણખા ઝર્યા પછી ત્રણ વ્યક્તિએ એક શખ્સ સામે ફોનમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ખીમાણી સણોસરા ગામના મિતેશભાઈ જમનભાઈ વસોયાએ કરેલી ફરિયાદમાં જણાવાયા મુજબ આ ગામના જ નરવીરસિંહ રતુભા જાડેજા ઉર્ફે મુન્નાએ ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતનું વેરઝેર રાખવા ઉપરાંત મિતેશભાઈ પોતાના ખેતરની ખેતીની જણસ નરવીરસિંહના વાહનમાં મોકલતા ન હોવાનું મનદુખ રાખી ગયા રવિવારે બપોરે નરવીરસિંહે ફોન કરી ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી.
ખીમાણી સણોસરાના જ સાગર ગિરધરભાઈ સાવલીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાનો ખેતીનો માલ નરવીરસિંહ રતુભા જાડેજા ઉર્ફે મુન્નાના વાહનમાં તેઓ મોકલતા ન હોવાથી નરવીરસિંહે ફોન કરી સાગરભાઈ તથા દીપકભાઈ ગોકળભાઈ સાવલીયાને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી.
ખીમાણી સણોસરાના ગફારભાઈ વલીભાઈ વીંછીએ પણ રવિવારે બપોરે ત્રણેક વાગ્યે નરવીરસિંહ રતુભા જાડેજા ઉર્ફે મુન્નાએ ફોન પર ગાળો ભાંડી અપમાનજનક શબ્દો બોલી ધમકી આપ્યાની રાવ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામ પાસે આવેલા ગાગવાધારમાં રહેતા વિક્રમભાઈ રમણીકભાઈ પરમાર નામના દેવીપૂજક યુવાનને ગઈકાલે બપોરે ઘરની બહાર બોલાવી સંજયગર જયંતિગર તથા યોગેશ ગોસ્વામી નામના શખ્સોએ બોલાચાલી કરી હતી.
આ શખ્સો ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને તેઓએ ગાળો ભાંડી વિક્રમભાઈને ફડાકો ઝીંકી દીધો હતો અને માથામાં લાકડી ફટકારી હતી. મેઘપર પોલીસ સ્ટેશનમાં વિક્રમભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial