Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશીમાં બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૨૩: 'છોટીકાશી'માં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે એક સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થનાર છે. જામનગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 'પરશુ દીક્ષા'નું આયોજન થયું છે. પ્રતિ વર્ષ મુજબ સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ૧ લાખ ફૂલ્સકેપ ચોપડાનું વિતરણ પણ કરાશે.
'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ- જામનગર દ્વારા આગામી તા. ૧૨ થી ૧૯ એપ્રિલ સુધી ના એક સપ્તાહ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે.
સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા તા.૧૨.૦૪.૨૬ ના રોજ * પરશુરામ એવોર્ડ -૨ * અને *માં બાપ ને ભુલશો નહીં* દીકરીઓ દ્વારા નાટક રજૂ કરવામાં આવશે સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર માટે વિવિધ પ્રકારની કેટેગરીમાં પરશુરામ એવોર્ડ એનાયત કરવામાં આવશે. પરશુરામ એવોર્ડ બાબતની વધુ વિગત માટે સંસ્થાના મોબાઈલ નંબર ૯૦૯૯૦૯૫૧૮૬ નંબર મેસેજ મારફત વધુ માહિતી મેળવી શકાશે. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ત્યારબાદ તા.૧૩ અને ૧૪ એપ્રિલ એમ બે દિવસ માટે બ્રહ્મસમાજના યુવાનો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને તા.૧૫.૪.૨૬ ના રોજ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંજા અને શહેરને હરિયાળું બનાવવા માટે ફૂલ ઝાડ ના રોપા વિતરણ શહેરના ડીકેવી સર્કલ ૫ાસે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન કરવામાં આવશે.
જે પછી તા.૧૬.૦૪.૨૬ના દિવસે સમસ્ત બ્રહ્મસમાજના બાળકો માટે શ્લોક સ્પર્ધા અને ભારતીય સંસ્કૃતિ મુજબ વેલ ડ્રેસ સ્પર્ધા નું આયોજન પણ કરાયું છે. તેમજ તા.૧૭.૦૪.૨૬ના રોજ મહિલા પાંખ દ્વારા ફકત બહેનો માટે ઓપન જામનગર જામનગરી બાંધણી, ચુડલા અને ઉનાળુ કોલ્ડ્રીંક્સ ની એમ ત્રણ હરીફાઈ રાખવામાં આવી છે. એક હરીફાઈમાં ભાગ લેવા માટે માત્ર ૩૦ રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે ૬૩૫૯૬૪૮૮૭૯, ૯૩૭૭૩૬૮૩૬૯ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
ત્યારબાદ તા.૧૮.૦૪. ૨૬ સર્વ જ્ઞાતીના વિધાર્થીઓ માટે એજ્યુકેશન સેમિનાર યોજાશે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને એજ્યુકેશન અંગે મુંઝવતા પ્રશ્નો નું એક્સપર્ટ દ્વારા નિરાકરણ વગેરે એજ્યુકેશન બાબતની માહિતી આપવામાં આવશે.
જ્યારે તા.૧૯.૦૪. ૨૬ના દિવસે પરશુરામ જન્મોત્સવના પાવન અવસરે ભગવાન શ્રી પરશુરામજીનું પૂજન તથા જામનગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 'પરશુ દીક્ષા' નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ ઉજવણી અંતર્ગત શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક લાખ ફુલ સ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણનું પણ સાથે અનાવરણ કરવામાં આવશે.
જામનગર શહેર સહિત જિલ્લામાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજના પરિવારને આ ઉજવણીમાં સામેલ થવા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા અનુરોધ કરાયો છે.
ઉપરોક્ત તમામ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. આ ઉજવણી અંતર્ગત ની વધુ માહિતી માટે ૯૦૯૯૦૯૫૧૮૬, ૯૯૨૫૨૦૭૭૮૭, ૯૮૨૪૧૭૪૬૨૬, ૯૪૨૬૯૬૩૨૮૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial