Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિકારીઓ-કર્મચારીઓ અને કેડેટ્સ માટે
જામનગર તા. ૧૩: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તા. ૬-ફેબ્રુઆરી-ર૦ર૬ ના સ્કૂલ ઓડિટોરિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. શાળાના અધિકારીઓ, કર્મચારીઓ અને કેડેટ્સ આ કાર્યક્રમને રસપૂર્વક જોયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'પરીક્ષા પે ચર્ચા' એ ભારત સરકારની એક પહેલ છે, જેનો હેતુ પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવા અને વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રત્યે સકારાત્મક અને આત્મવિશ્વાસપૂર્ણ અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમમાં સૈનિક સ્કૂલ બાચાલડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા, વહીવટી અધિકારી કમાન્ડન્ટ હરિ રામ પુનિયા, વાઈસ પ્રિન્સિપાલ સ્કવોડ્રન લીડર રાકેશ તિવારી, શિક્ષણ સ્ટાફ અને કેડેટ્સ હાજર રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial