Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે કોઈ નવો કેસ નોંધાયો નથીઃ
જામનગર તા. ૧૩: જામનગરમાં કોલેરાનો રોગચાળો અંકુશમાં લેવા મહાનગરપાલિકાનું તંત્ર ઉંધામાથે કામે લાગ્યું છે. ગઈકાલે કોઈ નવો કેસ નહીં નોંધાતા રાહત થઈ છે.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર તેને નિયંત્રણ કરવા દોડધામ કરી રહ્યું છે, જો કે ગઈકાલે કોઈ નવો કેસ નોંધાયો ન હતો.
જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીની વિગત જોઈએ તો જામનગરના ધરારનગર-૧ (વોર્ડ નં. ૧) વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસો નોંધાતા જામનગર મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત્ ૮ ફેબ્રુઆરીના સોશિયલ મીડિયા અને જી.જી. હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ આરોગ્ય, વોટર વર્કસ, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એમ ચાર વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર વિસ્તારમાં ર૭ સર્વે ટીમો દ્વારા શરૂ કરાયેલ હાઉસ-ટુ-હાઉસ તપાસ વધારીને ૪૧ ટીમો કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૯,૧૧૩ ઘરોનો સર્વે પૂર્ણ કરી ૧,૩૦,૭૭પ ક્લોરીન ટેબ્લેટ્સ અને ૩,૦૪૬ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં ૪ કામચલાઉ ઓપીડી કાર્યરત કરી ૪ર૯ દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાંથી ૧૦પ ઝાડા-ઉલટીના દર્દીઓને સ્થળ પર જ સારવાર અપાઈ છે. હાલની સ્થિતિએ કુલ ૩૯ દર્દીઓ દાખલ છે, જેમાંથી ર૦ પોઝિટિવ છે અને ર૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. છેલ્લા ૩૬ કલાકમાં એક પણ નવો શંકાસ્પદ કેસ નોંધાયો નથી.
વોટર વર્કસ વિભાગ દ્વારા પાઈપલાઈનમાં ૩ લિકેજ અને ર વાલ્વ લિકેજનું સમારકામ કરવામાં આવ્યું છે. ડ્રેનેજ ચેમ્બરમાંથી પસાર થતા ૧૧ ગેરકાયદેસર પાણીના જોડાણો શોધીને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા છે.
સમગ્ર લાઈનને પાંચ પીપીએમ ક્લોરીન યુક્ત પાણીથી સાફ કર્યા પછી નળ વાટે પાણી પુરવઠો ફરી શરૂ કરાયો છે અને ક્લોરીનેશનનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ૦ સફાઈ કામદારોની ટીમ સાથે દરરોજ જંતુનાશક પાવડરનું ડસ્ટિંગ અને સફાઈ કરવામાં આવી રહી છે.
ફૂડ વિભાગ દ્વારા પાણીપુરી અને આઈસ ગોલા જેવા જોખમી વિક્રેતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આઈસ ફેક્ટરી અને આરઓ, પ્લાન્ટના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
વિસ્તારમાં રિક્ષા એલાઉન્સમેન્ટ, પત્રિકા વિતરણ અને મસ્જિદના લાઉડસ્પીકર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા તથા ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા આ કામગીરી જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial