Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અચાનક આવેલી ભરતીના કારણે મોજા વચ્ચે સલવાયોઃ
જામનગર તા. ૭: જામનગરના સિક્કાના દરિયામાં ફસાઈ ગયેલા એક પરપ્રાંતીય યુવાનને સ્થાનિક પોલીસના સ્ટાફે ભારે જહેમત પછી ઉગારી લીધો છે. આ યુવાન ત્યાં ફરવા ગયા પછી ઓટના કારણે ખાલી પડેલા કાંઠા પરથી દરિયામાં એકાદ નોટીકલ માઈલ દૂર ચાલ્યો ગયો હતો અને તે પછી ભરતી આવતા ઉછળતા મોજા વચ્ચે ફસાઈ ગયો હતો.
જામનગર-ખંભાળિયા રોડ પર વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા અઝીમ મુખતારખાન શેખ નામના યુવાન ગુરૂવારે બપોરે પોતાને રજા હોવાથી સિક્કા જેટી પર ફરવા માટે ગયા હતા.
આ યુવાન દરિયાકાંઠે ઉતર્યા પછી ત્યારે ચાલતી ઓટના કારણે ચાલીને દરિયામાં એકાદ નોટીકલ માઈલ દૂર પહોંચી ગયા હતા. ત્યારપછી અચાનક ભરતી આવવાનું શરૂ થતાં દરિયાના મોજા ઉછળ્યા હતા અને ભરતીમાં અઝીમ શેખ ફસાઈ ગયા હતા.
ઝડપથી વધતા જતા પાણીના સ્તર વચ્ચે છાતી સુધી દરિયામાં ડૂબી ગયેલા અઝીમ શેખે હવાતિયા મારવાનું શરૂ કર્યું હતું. જેમાં તેને પગમાં પથ્થર વાગી જતા ઈજાગ્રસ્ત બની ગયો હતો. આ યુવાને પોલીસની મદદ મેળવવા કોલ કર્યાે હતો પરંતુ પાકુ લોકેશન આપી શક્યો ન હતો તેમ છતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં ધસી ગયો હતો. સ્થાનિક તરવૈયાની મદદ મેળવી અઝીમ શેખને ઉગારી લીધો હતો. પોલીસને દરિયાકાંઠા તરફ આવતી જોઈને આ યુવાને ડૂબતી વેળાએ પણ ફોન ચાલુ રાખી પોતાની તથા પોલીસની સહાય કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial