Advertisement
Author: નોબત સમાચાર

બેડમાં આવેલી જમીનમાં આવવા-જવાના રસ્તા બાબતે કરાયેલો કેસ રખાયો નામંજૂર

ગ્રામ્ય મામલતદાર કોર્ટમાં કરાઈ હતી કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના બેડ ગામ પાસે આવેલી એક જમીનમાં આવવા-જવાના રસ્તા બાબતે મામલતદાર કોર્ટ સમક્ષ કેસ કરી મનાઈ હુકમનો દાવો કરાયો હતો. તે દાવો કોર્ટે રદ્દ કર્યાે છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામ પાસે એસ્સાર ટાઉનશીપ સામે વિરજી દામા ખાણધર સહિતના અગિયાર વ્યક્તિની ખેતીની જમીન આવેલી છે. તેની બાજુમાં ચંદ્રિકાબેન સાજણ કરમુર વગેરેની પણ જગ્યા આવેલી છે. તેઓએ અન્ય વ્યક્તિ પાસેથી આ જગ્યા ખરીદી હતી.

તેઓને પોતાની જમીનમાં જવાનો રસ્તો આવેલો ન હોવાથી વિરજી દામાના વારસો તથા અન્ય વ્યક્તિઓએ આ રસ્તો બંધ કરી દીધો હોવાથી મામલતદારની કોર્ટમાં દાવો કરાયો હતો. તે દાવા અન્વયે વિરજી દામાના વારસોના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી મામલતદાર કોર્ટે કલમ પ મુજબનો મનાઈ હુકમનો દાવો રદ્દ કર્યાે છે. વિરજી દામા વગેરે તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh