Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય, સામાજિક અગ્રણીઓ, સંતો-મહંતો, સમાજ આગેવાનોની ઉપસ્થિતમાં
જામનગર તા. ૧૨: કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રી મચ્છુ આઈ સમૂહ લગ્ન સમિતિ તેમજ સમસ્ત ભરવાડ સમાજના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત રીતિરીવાજ સાથે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભરવાડ સમાજની કુલ ૨૮ દીકરીઓએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સાદગીનો ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.
નિકાવામાં દર વર્ષે યોજાતા આ સમૂહ લગ્નોત્સવનું આ વર્ષે ૧૮મું વર્ષ હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિ, વરઘોડા, આશીર્વચન તથા સમારોહની સુંદર વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે સમગ્ર નિકાવા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજકીય, સામાજિક અગ્રણીઓ, સંતો-મહંતો તેમજ સમાજના આગેવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિએ સમારોહને વિશેષ ગૌરવ આપ્યું હતું.
લગ્નોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહૃાા હતા. તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ કરસનભાઈ પિઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, યુવા પૂર્વ સરપંચ રાજુભાઈ મારવિયા, જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયા, તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, કાલાવડ શહેર ભાજપ મહામંત્રી મીતભાઈ ફળદુ, ઉપસરપંચ મનસુખભાઈ ગમઢા, પત્રકાર તુષારભાઈ વાદી,જયંતીભાઈ સોંદરવા, ચંદુભાઈ સખિયા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહૃાા હતા. તમામ મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સમૂહ લગ્નોત્સવની ભાવનાને બિરદાવી હતી.
સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ તમામ દીકરીઓને કરિયાવર રૂપે ભગવદ ગીતાજી, પૂજન માટે મંદિર, સેટીપેટી, કબાટ, ટીપાય તેમજ જીવન જરૂરી ઘરવખરીની તમામ સામગ્રી આપવામાં આવી હતી, જે સમાજની દીકરીઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે સમાજોપયોગી પ્રવૃત્તિ રૂપે ગારડી કોલેજ દ્વારા ફ્રી આરોગ્ય નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. ઉપરાંત તાજેતરમાં યોજાયેલી પીએસઆઈ તથા કોન્સ્ટેબલ પરીક્ષામાં સફળ થયેલા ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનોને મંચ પર સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા શ્રી મચ્છુ આઈ સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial