Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર લગ્નમાં ગયો અને ધોળા દિવસે ચોરી થઈઃ
જામનગર તા. ૬: જામનગરના વામ્બે આવાસ રોડ પર બીએસએનએલના ટાવર સામે વસવાટ કરતા એક આસામી ગઈકાલે સવારે પોતાના પરિવાર સાથે લગ્નમાં જવા નીકળ્યા પછી સાંજે પરત આવ્યા તે દરમ્યાન માત્ર છ કલાકમાં તેમના મકાનમાંથી રૂ।. ૬૭૦૦૦ના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયા છે. પોલીસે ગૂન્હો નોંધી તપાસ આરંભી છે.
જામનગરની દિગ્જામ વુલનમીલ રોડ પર વામ્બે આવાસ પાસે આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતા પ્રવીણભાઈ નાથાભાઈ બગડા નામના આસામી ગઈકાલે સવારે પોતાના કુટુંબમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે પરિવાર સાથે નીકળ્યા હતા.
તેઓનું મકાન સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બંધ રહ્યું તે દરમ્યાન તેમના મકાનમાં ચોરી થઈ ગઈ છે. તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી નાખી ઘૂસેલા કોઈ તસ્કરે અંદર ખાંખાખોળા કરી અંદરથી રૂ।. ૩૦ હજારની સોનાની બુટી, રૂ।. ૧૫ હજારની સોનાની વીંટી, રૂ।. ૧૦ હજારની ચાંદીની લક્કી, રૂ।. ૧૦ હજારના ચાંદીના સાંકળા તથા રૂ।. બે હજારની કિંમતનું ચાંદીનું મંગળસૂત્ર ઉસેડી લઈ પોબારા ભણી લીધા હતા.
સાંજે ચારેક વાગ્યે ઘેર પરત આવેલા પ્રવિણભાઈને ચોરીની જાણ થતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. દોડી ગયેલી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે રૂ।. ૬૭૦૦૦ના દાગીના ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગૂન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial