Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં યોજાયેલ કાર્યક્રમમાં સંતો-મહાનુભાવો ઉપસ્થિત
દ્વારકા તા. ૦૬: તાજેતરમાં દ્વારકાના પરસોત્તમભાઈ કાનજીભાઈ બુજડ પરિવારના આંગણે દ્વારકાધીશજીને ધ્વજારોહણ, ઠાકોરજીને સુકામેવા મનોરથ, લોકડાયરો તથા બટુકોને યજ્ઞોપવિત સંસ્કારનો જાજરમાન પ્રસંગ યોજાયો હતો. અનીલભાઈ બુજડના પુત્ર ધાર્મિક તથા વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પુત્ર નયનનો શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે યજ્ઞોપવિત સંસ્કાર કરાયા હતાં. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહમસમાજના પ્રમુખ વિજય પરસોત્તમભાઈ બુજડના યજમાનપદે યોજાયેલા આ કાર્યક્રમમાં શારદાપીઠના પ્રતિનિધિ નારાયણાનંદ બ્રહમચારી, સ્વામિનારાયણ મંદિરના માધવસ્વામી, મહામંડલેશ્વર ધ્રાસણવેલવાળા બાપુ, સ્વામિનારાયણ આશ્રમના ગોવિંદસ્વામી, પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, સહદેવસિંહ માણેક, મયુર ગઢવી, દ્વારકાદાસભાઈ રાયચુરા (ઉદ્યોગપતિ), દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટે, ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત બહોળી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
બુજડ પરિવાર દ્વારા ગુજરાતના નામી-અનામી કલાકારોનો ડાયરો તથા ડાંડીયારાસની સાથે યજ્ઞોપવિત સંસ્કારના પ્રસંગોમાં ઉપસ્થિત સર્વે મહેમાનોની લાગણીસભર આગતા-સ્વાગતા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial