Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂતરાં કરડે તો વળતર કોણ ચૂકવશે...?
નવી દિલ્હી તા. ૧૩: આજે સુપ્રિમ કોર્ટમાં આવારા કૂતરાઓના મુદ્દે સુનાવણી ચાલી રહી છે, તે દરમિયાન સુપ્રિમ કોર્ટે કેટલીક કડક ટિપ્પણીઓ કરી છે. અદાલતે કહ્યું છે કે, આવારા કૂતરાઓ કરડે, તો જેને કરડ્યું હોય, તેને વળતર ચૂકવવાની જવાબદારી સરકારની ગણવી જોઈએ. જે લોકો સ્ટ્રીટ ડોગને ખવડાવે છે અથવા પાલતુ કૂતરઓને સડક પર છોડી મૂકે છે, ત્યારે તેવા કૂતરાઓ કરડે, તો તેની વળતરની જવાબદારી કૂતરાના પાલકની ગણવાના મુદ્દે પણ સુનાવણી દરમિયાન ચર્ચા થઈ રહી છે. હજુ સુનાવણી ચાલી રહી છે, ત્યારે સુપ્રિમ કોર્ટે કડક ટિપ્પણીઓ કરી છે, તે જોતા આ મુદ્દે અત્યંત કડક વલણ અપનાવીને સર્વોચ્ચ અદાલત કૂતરા કરડ્યા પછીની વળતરની જવાબદારી નક્કી કરવાના આદેશો પણ સરકારને આપશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial