Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં રામસવારીના આયોજન પૂર્વે
જામનગર તા. ૨૩: જામનગર શહેરમાં પ્રતિવર્ષ હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પરંપરાગત રામસવારીનું આયોજન થાય છે, તે પૂર્વે શોભાયાત્રાના આયોજન ને આખરી ઓપ આપવાના ભાગરૂપે યોજાયેલી અંતિમ બેઠક બાદ ભક્તિ ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ગૌરીશંકર મહાદેવના મંદિરથી તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર સુધીની ભક્તિફેરી યોજાઇ હતી.
હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજના આશીર્વચન સાથે આ ભક્તિ ફેરીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, અને રામસવારીના આયોજન અર્થે એકત્ર થયેલા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તોના હાથમાં ભગવા ધ્વજ લઈને 'જય શ્રી રામ,ના જયઘોષના ઉચ્ચારણ સહિત પદયાત્રા સાથેની ભક્તિ ફેરી યોજાઈ હતી. જે બાલા હનુમાનજીના મંદિરે પહોંચી હતી, જ્યાં પ્રભુ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીને નમન કર્યા હતા, ત્યારબાદ બાલા હનુમાનજી મંદિર ચાલતી અખંડ રામધૂનના જાપમાં તમામ રામ ભક્તો જોડાયા હતા, અને રામધૂન બોલાવી હતી.
ત્યારબાદ ફરીથી ત્યાંથી જય શ્રી રામના નારા સાથે ગોરીશંકર મહાદેવના મંદિર પાસે પરિપૂર્ણ થઈ હતી. જેનું સંચાલન મહાદેવ હર મિત્ર મંડળ ચરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) એ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial