Advertisement
Author: નોબત સમાચાર

પરપ્રાંતીય સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં જામીન મંજૂર

એક મહિના માટે આરોપીને અપાયા જામીનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: મેઘપર પંથકમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીએ જેલમુક્ત થવા કરેલી જામીન અરજી મંજૂર રખાઈ છે.

જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિવારની સગીર વયની પુત્રીનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવા અંગે જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે ગુન્હો નોંધી આરોપી કિશોર ઉર્ફે કિશન જેરામભાઈ વાઘેલાની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ શખ્સે જામીનમુક્ત થવા ખાસ પોક્સો અદાલતમાં અરજી કરતા અદાલતે તેના વકીલ કોમલબેન ભટ્ટ, રાહુલ પરમાર, રાહુલ મકવાણા, પ્રકાશ વાઘેલા, અવની પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને એક મહિના માટે જામીન પર મુક્ત કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh