Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમાપરમાં બે ભાઈ પર બે મહિલા સહિત ચારે કર્યાે જીવલેણ હુમલોઃ
જામનગર તા. ૯: જામનગરના દિગ્વિજય પ્લોટમાં ગઈકાલે બપોરે બે ટુ વ્હીલર પર સામસામા આવી ગયેલા યુવાનો વચ્ચે પંદરેક દિવસ પહેલાંના ઝઘડાની બાબતે વાત થયા પછી એક યુવાનને બે શખ્સે માર માર્યાે હતો. તે પછી હુમલાખોરના ઘરે ધસી ગયેલા તેર વ્યક્તિના ટોળાએ ધમાલ મચાવી બે ટુ વ્હીલર સળગાવી નાખ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. ધ્રોલના હમાપરમાં પોતાના ખેતરમાં ખેડાણ ન કરવાનું કહેવા ગયેલા બે ભાઈ પર બે મહિલા સહિત ચારે ધારીયા, કુહાડાથી જીવલેણ હુમલો કર્યાે હતો.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ચંદુભાઈ લીંબડ ગઈકાલે બપોરે દિગ્વિજય પ્લોટ-૪૯માંથી બાઈક પર જતા હતા ત્યારે સામેથી હાર્દિક ડાંગર નામનો શખ્સ આવ્યો હતો. તેણે રોહિતના ભાણેજ સાથે પંદરેક દિવસ પહેલાં ઝઘડો કર્યાે હતો. તેને રોકી રોહિતે વાત કરી હતી. તે પછી રોહિતે પોતાના ભાણેજને બોલાવતા હાર્દિક તથા નીતિન નામના શખ્સોએ ગાળો ભાંડ્યા પછી રોહિતના ભાણેજને માર માર્યાે હતો તેને છોડાવવા વચ્ચે પડેલા રોહિતને સાથળમાં છરી હુલાવી દેવાઈ હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
આ ફરિયાદની સામે સુમિતાબેન દીનેશભાઈ સીંગરખીયા નામના મહિલાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમના દીકરા નીતીનને ગઈકાલે બપોરે કોઈ બાબતે ઝઘડો થયા પછી નહેરૂનગરમાં આવેલા તેમના મકાને ધસી આવેલા રીટાબેન રોહિત લીબડ ઉર્ફે બેનાબેન, રોહિત ચંદુ લીંબડ, જગદીશ વિજય વરાણીયા, જશુ સુરેશ પરમાર, મેહુલ રાજેશ સાકરીયા, શિતલ કેશુ વરાણીયા, પૂજા રાજેશ વરાણીયા, જયેશ સિહોરા, સુમિત રાજુ વરાણીયા, મિતલ સુરેશ પરમાર, દેવરાજ કેશુ વરાણીયા ઉર્ફે બચુ, જીત રોહિત લીંબડ, મીહિર રાજેશ વરાણીયા નામના તેર વ્યક્તિ લાકડી, ધોકા સાથે ધસી આવ્યા હતા.
આ વ્યક્તિઓએ સુમિતાબેનના ઘરમાં તોડફોડ કરવા ઉપરાંત બાથરૂમનો દરવાજો ભાંગી નાખ્યો હતો અને બહાર પડેલા બે સ્કૂટરમાં પણ નુકસાન કરી કોઈ પ્રવાહી રેડ્યું હતું અને આગચંપી કરી હતી. બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ શરૂ કરી છે.
ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં ખેતીકામ કરતા અક્ષય કેશુભાઈ ડાંગર નામના ખેડૂતના પિતાની ખેતીની પડતર જમીન પાસે આવેલા ખરાબામાં રવિ મુળૂભાઈ ડાંગર તથા રાજ મુળૂભાઈ ડાંગર નામના વ્યક્તિઓ ખેડાણ કરતા હતા.
આ વ્યક્તિઓએ ખરાબો ખેડતા ખેડતા અક્ષયભાઈના પિતાના ખેતરમાં પણ ખેડાણ કરી નાખતા અગાઉ તેઓને આમ ન કરવા માટે કહેવાયું હતું તેથી બંને પક્ષ વચ્ચે મનદુખ ઉભુ થયું હતું. તે દરમિયાન ગઈકાલે સાંજે અક્ષયભાઈના પિતા કેશુભાઈ તથા કાકા વિનુભાઈ સમજાવટ કરવા જતાં ઉશ્કેરાયેલા રવિ મુળૂભાઈ, રાજ મુળૂભાઈ, ગનુબેન મૂળુભાઈ, પૂજા મુળૂભાઈએ ધારીયા, કુહાડાથી જીવલેણ હુમલો કર્યાે હતો. વચ્ચે પડેલા અક્ષયભાઈને પાઈપ ફટકારવામાં આવ્યા હતા. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial