Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પ્રસન્નતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
સિઝનલ ધંંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કામની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪
Leo (સિંહ: મ-ટ)
આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક ચિંતા જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ મળી રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮
Libra (તુલા: ર-ત)
આપે દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકિય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૬
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. ધર્મ કાર્ય-શુભ કાર્ય થઈ શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯