Advertisement
Author: નોબત સમાચાર

સંસદનું ચોમાસું સત્ર ૧૯ ઓગસ્ટ સુધી લંબાવાયુ

કેટલાક નવા બિલો રજૂ કરી શકે છે સરકાર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: ચોમાસું સત્રનો સમયગાળો ૯ દિવસ વધ્યો છે. સરકાર દ્વારા કેટલાક મહત્ત્વના બિલ રજૂ કરાશે. તેવી સંભાવના જણાવાઈ રહી છે.

 કેન્દ્ર સરકાર આગામી ચોમાસું સત્રમાં કેટલાક નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર ૨૧ જુલાઈથી શરૂ થશે અને હવે ૧૯ ઓગસ્ટ સુધી ચાલશે. અગાઇ ચોમાસું સત્ર ૧૨ ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે જે મુખ્ય બિલો વિશે માહિતી આપી છે તેમાં કર, શિક્ષણ, રમતગમત અને ખનીજ નીતિ જેવા ક્ષેત્રોને લગતા બિલનો સમાવેશ થાય છે.

મોન્સૂન સત્રમાં કેન્દ્ર સરકાર લોકસભામાં જે બિલો રજૂ કરે અને પસાર કરે તેવી સંભાવના છે. તેમાં મણિપુર જીએસટી (સુધારા) બિલ, ૨૦૨૫ જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ, ૨૦૨૫ - ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, ૨૦૨૫ કરવેરા કાયદા (સુધારા) બિલ, ૨૦૨૫ - ભૌગોલિક વારસા સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ, ૨૦૨૫  ખાણ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, ૨૦૨૫, રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, ૨૦૨૫,  અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, ૨૦૨૫ નો સમાવેશ થાય છે.

તે ઉપરાંત ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ ૨૦૧૪, વેપારી શિપિંગ બિલ, ૨૦૨૪, ભારતીય બંદરો બિલ, ૨૦૨૫, આવક વેરા બિલ, ૨૦૨૫ વગેરે બિલો પણ પસાર થઈ શકે તેવી અટકળો છે.

સંસદનું ચોમાસુ સત્રઃ ૨૧ જુલાઈથી શરૂ થશે

કેન્દ્રીય સંસદીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઈ, ૨૦૨૫ના શરૂ થશે અને ૧૨ ઓગસ્ટે સત્ર પૂરું થવાનું હતું, પરંતુ હવે તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે.

ત્રણ મહિનાથી વધુના વિરામ બાદ રાજ્યસભા અને લોકસભા બંનેની બેઠક ૨૧ જુલાઈના સવારે ૧૧ વાગ્યે મળશે. આ પહેલાં, ૨૦૨૫નું પહેલું સંસદ સત્ર, એટલે કે બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ૪ એપ્રિલે સમાપ્ત થયું હતું, જ્યારે બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.

સંસદસભ્યોને સંસદના આગામી ચોમાસુ સત્રના કાર્યક્રમ અને કામકાજના દિવસો વિશે ખાસ કરીને મેમ્બર્સ પોર્ટલ દ્વારા સમન્સ મોકલીને જાણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh