Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષકોમાં ઉત્સાહ વધતા શિક્ષણ પર હકારાત્મક અસરઃ ધ્રોલના શાળા પ્રવેશોત્સવમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ

મેરીટ મુજબ પારદર્શી ભરતી પ્રક્રિયા અને બદલીના સરળ નિયમો થકી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪ઃ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ધ્રોલ વાડી શાળા અને ધ્રોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૧૧૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ વાડી શાળા નં. ૧ તથા ધ્રોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી.

આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના તથા નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ થકી તેજસ્વી વિદ્યાર્થીઓને તથા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય તેમજ વિનામૂલ્યે શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં શાળાઓમાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ એક થી પાંચમાં ડ્રોપઆઉટ દર ૧.૦૭ ટકા અને ધોરણ ૧થી ૮માં ૨.૪૨ ટકા જેટલો નીચો આવ્યો છે. સરકાર દ્વારા તાજેતરમાં જ એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ થવાની શક્યતાઓના કિસ્સામાં તેવા બાળકો અને તેમના વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે તથા તેને સમજણ આપવામાં આવે છે જેના થકી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા આવશે. સરકાર દ્વારા શિક્ષકોની પારદર્શી ભરતી પ્રક્રિયા, મેરીટ આધારિત ભરતી, બદલીના સરળ નિયમો વગેરેના કારણે શિક્ષકોમાં પણ ખૂબ જ ઉત્સાહ વધ્યો છે, જેની સીધી હકારાત્મક અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર જોવા મળી રહી છે.

ધ્રોલ વાડી શાળા નં.૧માં યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના ૬ બાળકો, બાલવાટિકાના ૮ અને ધો. ૧ના ૧૧ બાળકોને તથા ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના ૩, બાલવાટિકાના ૩૮ અને ધોરણ ૧ ના ૫૦ બાળકોને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપીને આવકાર્યા હતા. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સમ્માન કરવામાં આવ્યું હતું. ખારવામાં શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં ઉપસ્થિત રહી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોનો ઉત્સાહ વધારી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમોના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોમાં એપીએમસીના ચેરમેન તુષારભાઈ ભાલોડિયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ ગોસાઇ, નગરપાલિકાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ દલસાણીયા, અગ્રણીઓ પ્રદીપસિંહ જાડેજા, હિરેનભાઈ કોટેચા, વિનોદભાઈ વાઘેલા, રસિકભાઈ ભંડેરી, ગોવિંદભાઈ ચૌહાણ, હિતેશભાઈ ચનિયારા, ગોવિંદભાઈ દલસાણીયા, કોર્પોરેટરો લક્ષ્મણભાઈ નકુમ, સંજયસિંહ જાડેજા, વલ્લભભાઈ પરમાર, ફિરોઝભાઈ, સી.આર.સી અને બી.આર.સી કોર્ડીનેટર, અગ્રણીઓ, અધિકારીઓ, શાળાના આચાર્યો અને શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh