Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૭ - સુર્યાસ્ત : ૭-૦૦
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૦૭ :
તા. ૨૫-૦૩-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,
મુસ્લિમ રોજઃ ૫, નક્ષત્રઃ મૃગશીર્ષ,
યોગઃ સૌભાગ્ય, કરણઃ વિષ્ટિ
તા. ૨૫ - માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
ધંધા વ્યવસાય ક્ષેત્રે નવા સાહસો ફળદાયી રહે. જો કે, મુશ્કેલીઓ બાદ સફળતા પ્રાપ્ત થવા પામે. નાણાકીય સ્થિતિમાં ચોક્કસ સુધારો જોઈ શકશો. વિદેશ પ્રવાસમાં અડચણો-રૂકાવટો દૂર થાય. આરોગ્ય બાબતે આ વર્ષ દરમિયાન નાની-મોટી ઈજાઓથી સાવધાન રહેવું. વિદ્યાર્થી વર્ગને મધ્યમથી સારી સફળતા પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ મિથુન
વૃષભ સહિત અન્ય બે રાશિના જાતકોને મહત્ત્વના કાર્યોમાં સફળતા જણાય. કાર્યક્ષેત્રે અવરોધો દૂર થતા જણાય.
Aries (મેષ: અ-લ-ઈ)
શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. જવાબદારીઓ વધતી જણાય. નાણાભીડ દૂર થતા રાહત રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
મહત્ત્વના કાર્યોમાં સફળતા રહે. માર્ગ આડેના અવરોધો દૂર થતા જણાય. મિત્રથી લાભ થાય.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૫-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
પ્રવાસ-પર્યટનના યોગ બની શકે. મિલન-મુલાકાતના પ્રસંગો બને. પારિવારિક જવાબદારી વધે.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૯
Cancer (કર્ક: ડ-હ)
સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું સલાહભર્યુ છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નવી કાર્યરચના થકી સફળતા મળે.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૭
Leo (સિંહ: મ-ટ)
આવક કરતા જાવબનું પ્રમાણ વધારે રહે. આકસ્મિક ખર્ચની સંભાવના જણાય. યાત્રા-પ્રવાસ થઈ શકે.
શુભ રંગઃ નારંગી - શુભ અંકઃ ૪-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. નવી મુલાકાત ફળદાયી સાબિત થાય. સ્વાસ્થ્ય મધ્યમ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
આપના વિચારો-કલ્પનાના પ્રવાહમાં તણાતા જણાય. ચિંતા-પરેશાનીમાં વધારો થાય. વડીલવર્ગથી લાભ થાય.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૨-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વની જવાબદારી રહે. કાર્યબોજમાં વધારો થાય. નાણાભીડ દૂર થવા પામે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ક્યારેક ધાર્યા કામમાં વિલંબ પણ થઈ શકે. વ્યસ્તતામાં વધારો થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૩
Capricorn (મકર: ખ-જ)
ઉતાવળથી નિર્ણય લેવા નહીં. મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવી સલાહભરી રહેશે. યાત્રા-પ્રવાસ ટાળવા.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૯-૨
Aquarius (કુંભ: ગ-શ-સ)
ધીરજની કસોટી થતી જણાય. સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. આરોગ્યમાં સુધાર જોવા મળે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
પારિવારિક કાર્યોમાં સાનુકૂળતા રહે. સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. ખર્ચ-ખરીદી થઈ શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૧
સુર્યોદય : ૬-૪૮ - સુર્યાસ્ત : ૬-૫૯
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૦૬ :
તા. ૨૪-૦૩-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,
મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ રોહિણી,
યોગઃ પ્રીતિ, કરણઃ ગર
તા. ૨૪ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપનું મન બેચેન અને તણાવગ્રસ્ત હોય તો તેની શાંતિ માટેના યૌગિક ઉપાય કરવાથી આપને તે ફળે. આર્થિક બાબતો પર ધ્યાન આપજો. ખોટા ખર્ચા અને ધીરધારથી દૂર રહેજો. જમીન-મકાન-વાહનને લગતા કાર્યો ઉકેલાતા જણાય. અન્ય વ્યક્તિઓ સાથેની મિલન-મુલાકાત ફળદાયી બની રહે. વ્યાપાર-ધંધામાં લાભદાયી તક પ્રાપ્ત થવાથી રાહત રહે.
બાળકની રાશિઃ વૃષભ ૩૦:૧૭ સુધી પછી મિથુન
ધન સહિત બે રાશિના જાતકોને સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. મિલન-મુલાકાત ફળદાયી બની રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના વિરોધીના હાથ હેઠાં પડતા જણાશે. કદુરતની આપને તક મળે. સંતાનના કામ થવાથી રાહત જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
ધાર્યા કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેનો હલ કરવાનો માર્ગ મળે. લાભની તક મળવાથી રાહત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આર્થિક તંગીનો ઉપાય મળે. સ્વજનોનો સાથ-સહકાર મળે. સામાજિક-ધાર્મિક કાર્ય અંગે સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૧
Cancer (કર્ક: ડ-હ)
તણાવ મૂક્તિ અને ચિંતા હળવી કરવાના યૌગિક-આધ્યાત્મિક વ્યવહાર ફળે. નાણાભીડનો ઉપાય મળવાથી રાહત રહે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૩
Leo (સિંહ: મ-ટ)
આપના માર્ગ આડેના અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો જણાય. ગૃહ જીવનમાં સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ-વિઘ્ન આવ્યા બાદ પ્રગતિ કરી શકો. કૌટુંબિક કલેશ ટાળવી.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
લાભ યા સફળતા અટકતા લાગવાથી વધુ પ્રયત્નો કરવા જરૂરી બને. પડવા-વાગવાથી આપે સાવધાની રાખવી.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૬-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપની સામાજિક અને વ્યાવસાયિક બાબતો અંગે સંજોગો સુધરતા લાગે. ખર્ચ-ખરીદીના પ્રસંગો બની શકે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપ આપની સમસ્યાઓને સુલઝાવી શકશો. મિલન-મુલાકાત ફળદાયી બની રહે. યાત્રા-પ્રવાસના સંયોગો બને.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
આપની ધીરજની કસોટી થતી લાગે. આપની ઉતાવળ ક્યારેક કામ લાગે નહીં. સંજોગો સમજીને ચાલવું.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના વિરોધીના હાથ હેઠા પડતા લાગે. મહત્ત્વની મુલાકાત ફળદાયી રહે. સંપત્તિના કામ થવાથી રાહત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
મુંજવણોના ઝંઝાવાતોમાંથી બહાર આવી શકશો. કોઈ સફળતાની આશા રહે. મિત્રો-સ્નેહી-સ્વજનોની મદદ મળે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪
વૃષભ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં તબિયત સંભાળવી, દોડધામ રહે, ખર્ચ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈને કોઈ કારણસર દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય છે. નોકરિયાત વર્ગને સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું રહે. ઘર-પરિવારમાં વાતાવરણ વાદ-વિવાદભર્યું બની રહે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. આપની મુશ્કેલીઓના નિવારણ માટે આપ સક્રિય બનતા જણાવ. તા. ર૩ થી ર૬ વ્યસ્તતા રહે. તા. ર૭ થી ર૯ મિશ્ર.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાન્ય નાની-મોટી બીમારીઓને કારણે તકલીફો રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી દાખવવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. તા. ર૩ થી ર૬ યાત્રા-પ્રવાસ. તા. ર૭ થી ર૯ મધ્યમ.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અધુરા અથવા તો ધારેલા કાર્યો નિર્વિઘ્ન પાર પાડી શકશો. આપની આશા-અપેક્ષા મુજબના પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને દૃઢ જણાવ. સરકારી કાર્યો શક્ય હોય તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ લાભ અપાવી જાય. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ર૩ થી ર૬ સફળતા મળે. તા. ર૭ થી ર૯ સારી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને થોડી-ઘણી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડે. પડવા-વાગવાથી સાવધાની રાખવી. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર આવતો જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધામાં મન પરોવી મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળે. ખર્ચ-ખરીદી થાય. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ સામાન્ય.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે સામાજિક કાર્યો સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેર જીવન, સામાજિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન થાય. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. નવો કોઈ કોન્ટ્રાક્ટ, ટેન્ડર-ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં મધૂરપ જણાય. સંતાનના પ્રશ્નો હલ થતા રાહત જણાય. આપને કોઈ નોંધપાત્ર લાભ મળી શકે તેમ જણાય છે. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની તકો મળે. તા. ર૩ થી ર૬ લાભદાયી. તા. ર૭ થી ર૯ સરળતા રહે.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સુખ-દુઃખ, લાભ-નુક્સાન એમ બન્ને પ્રકારના પાસાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. આપના હિતશત્રુઓથી સાચવવું. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. વાણી-વર્તન-ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. લાંબી યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ ચિંતા રહે.
Libra (તુલા: ર-ત)
તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વિશ્વાસઘાતનો ભોગ ન બનો તેની કાળજી રાખવી. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું. તા. ર૩ થી ર૬ શુભ ફળદાયી. તા. ર૭ થી ર૯ સામાન્ય.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. સપ્તાહ દરમિયાન આપને નાણાકીય સમસ્યાઓ સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડ સાથે મતભેદ ઉદભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. તા. ર૩ થી ર૬ આર્થિક સમસ્યા રહે. તા. ર૭ થી ર૯ પ્રવાસ થાય.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે પ્રવાસ-મુસાફરી કરાવનારો સમય સાથે લાવતુ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા. ર૩ થી ર૬ માન-સન્માન મળે. તા. ર૭ થી ર૯ પ્રવાસ-મુસાફરી.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય, જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણય લેવા. વિદ્યાર્થીઓ માટે સમય શુભ ફળદાયી બની રહે. ભાઈ-ભાંડુ-કુટુંબીજનો સાથે પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ મિલન-મુલાકાત
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે આપ તત્પર બનતા જણાવ. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ર૩ થી ર૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૭ થી ર૯ કૌટુંબિક કાર્ય થાય.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તે જો જો. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો, માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખ હશે તો દૂર થશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. ખાન-પાન, અહાર-વિહારમાં ધ્યાન રાખવું. તા. ર૩ થી ર૬ ખર્ચાળ. તા. ર૭ થી ર૯ સાનુકૂળતા રહે.
સુર્યોદય : ૬-૪૯ - સુર્યાસ્ત : ૬-૫૯
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ -૦૫ :
તા. ૨૩-૦૩-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૧,
મુસ્લિમ રોજઃ ૦૩, નક્ષત્રઃ કૃતિકા,
યોગઃ વિષ્કુંભ, કરણઃ બવ
તા. ૨૩ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવીવ તક પ્રાપ્ત થતી જણાય. નવીન યોજનાઓનું અમલિકરણ શક્ય બને. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ આપને સતાવ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ પૂરવાર થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.
બાળકની રાશિઃ વૃષભ
મિથુન સહિત બે રાશિના જાતકોએ આર્થિક રોકાણ-વ્યવહાર જેવા કાર્યોમાં સાવધાની રાખવી
Aries (મેષ: અ-લ-ઈ)
મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. સ્વાસ્થ્યની સંભાળ રાખવી.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. અને નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આર્થિક રોકાણ-વ્યવહાર જેવા કાર્યોમાં સાવધાની રાખવી. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯
Cancer (કર્ક: ડ-હ)
જમીન-મકાન-વાહનના મામ ઉકેલાતા રાહત જણાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
જુના સ્વજન-મિત્રો-સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
ઘર-પરિવારના પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત જણાય. નાણાકિય બાબતે આકસ્મિક ખર્ચ-ખરીદીના યોગ બને.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
વ્યાવસાયિક બાબતે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ પ્રતિકૂળતામાં વધારો થાય. ધીરજ રાખવી.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધા ક્ષેત્રે કામકાજમાં વિલંબથી સફળતા પ્રાપ્ત થતી જણાય. અન્યનો સાથ-સહકાર લાભ અપાવે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૯
Capricorn (મકર: ખ-જ)
સંતાનનો સાથ-સહકાર મળી રહે. સ્વાસ્થ્યમાં સુધાર આવતો જોવા મળે. ખર્ચ-ખરીદીના પ્રસંગ થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
ભાઈ-ભાંડુ સાથે વાદ-વિવાદ, મનદુઃખનું સમાધાન મળી આવે. માનસિક-શારીરિક પ્રસન્નતા અનુભવાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક જણાય. સંતાનનો સાથ-સહકાર લાભ અપાવી જાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૩
સુર્યોદય : ૬-૫૦ - સુર્યાસ્ત : ૬-૫૯
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૪ :
તા. ૨૨-૦૩-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૦,
મુસ્લિમ રોજઃ ૦૨, નક્ષત્રઃ ભરણી,
યોગઃ વૈધૃતિ, કરણઃ વણિજ
તા. ૨૨ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્ર આપના માટે લાભદાયી-ફળદાયી બની રહે. ધારેલી સફળતા પ્રાપ્ત કરવામાં આપને ખાસ મુશ્કેલી નહીં થાય. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની ઈચ્છા ફળતી જણાય. સ્વાસ્થ્ય બાબતે નાની-મોટી ઈજાથી પરેશાની રહી શકે. ઘર-પરિવારમાં કોઈ શુભ-માંગલિક પ્રસંગનું આયોજન શક્ય બની શકે.
બાળકની રાશિઃ મેષ ૨૮:૧૪ સુધી પછી વૃષભ
કર્ક સહિત બે રાશિના જાતકોને અગત્યના કામ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતામાં વધારો થતો જોવા મળે. માન-સન્માન મળે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ખર્ચ-ખરીદી થઈ શકે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહ્યા કરે. સંતાનનો સાથ-સહકાર મળી રહેતા આપને રાહત જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૨
Cancer (કર્ક: ડ-હ)
આપના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા જણાય. કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૯
Leo (સિંહ: મ-ટ)
દિવસ દરમ્યાન કામકાજમાં વ્યસ્તતા-દોડધામ રહે. ધીમે ધીમે કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપની સાનુકૂળતા પ્રતિકૂળતામાં ફેરવાતી જાય. ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૬
Libra (તુલા: ર-ત)
દિવસના પ્રારંભે વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. બપોર પછી થોડી રાહત થતી જાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
રાજકિય-સરકારી કામ અંગે વ્યસ્તતા જણાય. આપના કામકાજમાં વ્યસ્ત રહો. બપોર પછી રાહત થતી જાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સાથ મળી રહેતા આનંદ જણાય. બપોર પછી યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
પરદેશના કામમાં પ્રગતિ જણાય. જુના મિત્ર-સ્વજન-સ્નેહી સાથે મુલાકાત થાય. બપોર પછી ચિંતા-ઉચાટ રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યની સાવધાની રાખવી આવશ્યક બની રહે. વાદ-વિવાદ ટાળવા.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
નાણાભીડ દૂર થાય. રોકાયેલા નાણા પરત મળી શકે. જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતામાં વધારો થવાની શક્યતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮
મીઠું સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી રહે, કામમાં સાવચેત રહેવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૬ થી ૧૯ સારી. તા. ર૦ થી રર સ્વાસ્થ્ય સાચવવું.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્ત રખાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપના માન-સન્માનમાં વધારો થતો જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. ધંધો-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રોનો સાથ-સહકાર મળે. તા. ૧૬ થી ૧૯ વ્યસ્તતા રહે. તા. ર૦ થી રર પ્રવાસ-મુસાફરી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૦ થી રર સંભાળવું.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યા લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જણાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવવામાં સફળતા પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ વિવાદ ટાળવા. તા. ર૦ થી રર સફળતાદાયક.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલપાથલ થવાની શક્યતા જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ શુભ. તા. ર૦ થી રર સંભાળ રાખવી.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે નવી પ્રવૃત્તિઓ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ કોઈ નવી કાર્યરચનામાં જોડાઈ શકશો. વ્યાવાસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવક માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલ જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા. ૧૬ થી ૧૯ નવી કાર્યરચના થાય. તા. ર૦ થી રર મિશ્ર.
Libra (તુલા: ર-ત)
તમારા માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગવિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. તા. ૧૬ થી ૧૯ આનંદિત. તા. ર૦ થી રર લાભદાયી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહગોચર આપના પક્ષે આવતા જણાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા પ્રાપ્ત થતી જણાય. તા. ૧૬ થી ૧૯ તણાવ રહેશે. તા. ર૦ થી રર શુભ ફળદાયી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદામાં રહેશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્યજીવનમાં ખટરાગ થઈ શકે છે. તા. ૧૬ થી ૧૯ ખર્ચાળ. તા. ર૦ થી રર મધ્યમ.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખવા યોગ્ય જણાય છે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયી પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ નાણાભીડ. તા. ર૦ થી રર પારિવારિક કાર્ય થાય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ સ્નેહીજનો-પરિવારજનો સાથે સમય સુખરૂપ વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદનો નિકાલ લાવી શકો. સામાજિક જીવનમાં સંકળાયેલ જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ નાણાભીડ. તા. ર૦ થી રર સાનુકૂળ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે માન-સન્માનમાં વૃદ્ધિ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સામાજિક-રાજકીય ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી અનિવાર્ય બની રહે. ગૃહસ્થજીવનનું વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયક પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સંભાળવું. તા. ર૦ થી રર માન-સન્માન.