Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે એનડીએ તરફથી સી.પી. રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી હતીઃ
નવી દિલ્હી તા. ર૧: ગઈકાલે એનડીએ તરફથી સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા પછી આજે ઈન્ડિયા ગઠબંધન તરફથી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારીપત્ર ભર્યું હતું.
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે વિપક્ષના ગઠબંધન આઈએનડીઆઈએ તરફથી સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી છે. આ અવસર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા નેતા રામગોપાલ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગઈકાલે એનડીએ ગઠબંધનના સીપી રાધાકૃષ્ણનને આ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના એનડીએના સર્વોચ્ચ નેતાઓ હાજર રહ્યા હતાં.
બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવતા પહેલા સંસદ ગૃહની બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ નમન કર્યું હતું. તેમણે સ્વતંત્રતા સેનાની અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૂત્રો અનુસાર સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં ઉમેદવારી નોંધાવી છે, જેમાં ર૦ પ્રસ્તાવક અને ર૦ સમર્થક સામેલ રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ૯ સપ્ટેમ્બરના યોજાવાની છે. ચૂંટણી પરિણામ પણ તે જ દિવસે જાહેર થશે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરે છે. વર્તમાન સ્થિતિમાં સંખ્યા બળમાં એનડીએ ગઠબંધનનું પલડું ભારે છે, જો કે બન્ને સંસદ ગૃહની સંયુક્ત ક્ષમતા પર નજર કરીએ તો એનડીએ ગઠબંધનમાં ૭૮૬ બેઠક છે, જેમાંથી છ બેઠક હાલ ખાલી છે. એક લોકસભામાં (બશીરહાટ, પશ્ચિમ બંગાળ) અને પાંચ રાજ્યસભા, જેમાં ચાર જમ્મુ-કાશ્મીર અને એક પંજાબમાં બેઠક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial