Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીજડીયાના બે વર્ષિય રોનકના જીવનમાં ફરી રોનકઃ
જામનગર તા. ૧૨: જામનગર તાલુકાના ખીજડિયા ગામના એક ગરીબ શ્રમિક પરિવારના બે વર્ષના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે મળેલ સારવાર અને હ્ય્દયના સફળ ઓપરેશનને કારણે નવજીવન મળ્યું છે.
જામનગર તાલુકાના મોટી બાણુગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ખીજડિયા ગામમાં મજૂરી કામ કરતા મહેશભાઈ શિપરિયાના ઘરે ૯-૪-૨૦૨૩ના રોનકનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકનું વજન સામાન્ય હતું, પરંતુ સમય જતાં તે વારંવાર બીમાર પડવા લાગ્યો અને તેનું વજન પણ ઘટતું જતું હતું.આ પરિસ્થિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરતી આરબીએસકે ટીમના ડો. આસીફ ભટ્ટી અને ડો. પ્રિયંકા રાબડીયાએ બાળકની ગૃહ મુલાકાત દરમિયાન આ લક્ષણો જોયા. તેમણે પરિવારને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં તપાસ કરાવવાની સલાહ આપી, પરંતુ પરિવાર કોઈને કોઈ કારણોસર તપાસ કરાવવામાં વિલંબ કરતો હતો.
આખરે, ૧૯-૦૨-૨૦૨૫ના જ્યારે આરોગ્ય ટીમ ફરીથી બાળકની મુલાકાતે ગઈ, ત્યારે તેની તબિયત વધુ ગંભીર જણાતાં ટીમે પરિવારને તાત્કાલિક હોસ્પિટલ જવાની સમજાવટ કરી અને સંદર્ભ કાર્ડ સાથે બાળકને જી.જી. હોસ્પિટલ રીફર કર્યો.
જી.જી. હોસ્પિટલ દ્વારા બાળકનો ઈસીજી, ૨ડી-ઈસીએચઓ અને બ્લડનો રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં રોનકને હ્ય્દયમાં જન્મજાત કાણું હોવાનું નિદાન થયું. આ સમાચારથી પરિવાર ચિંતિત થઈ ગયો, પરંતુ જી.જી. હોસ્પિટલ અને આરબીએસકેની ટીમે તેમને હિંમત આપી અને વધુ સારી સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદમાં રીફર કર્યો.
યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમે ૩-૪-૨૦૨૫ના બાળક રોનકનું સફળ ઓપરેશન કર્યું. આ ઓપરેશન બાદ ૮ દિવસની સારવાર પછી બાળકને રજા આપવામાં આવી. હાલમાં રોનક સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહૃાો છે.
આ સમગ્ર સારવાર અને હ્ય્દયના કાણાનું ઓપરેશન રાજ્ય સરકારના આરબીએસકે કાર્યક્રમ હેઠળ તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. રોનકના માતા-પિતાએ ડોક્ટરો અને આરોગ્ય તંત્રનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial