Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત
જામનગર તા. ૧૧: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ર૧ મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના 'મોદસ્વિતા મુક્ત અભિયાન'ને સફળતાપૂર્વક આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' વિષય અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં એકસાથે ૧૦૦ સ્થળોએ ૧૦ નવેમ્બર ર૦રપ થી ૧૦ ડિસેમ્બર ર૦રપ સુધી, દરરોજ સવારના ૬-૩૦ થી ૮ કલાક દરમિયાન ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય 'રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા કેમ્પ'નું આયોજન કરવામાં આવેલ છે.
જામનગરમાં આ ૩૦ દિવસીય યોગ શિબિરનો આજે ૧૦-૧૧-ર૦રપ ના સવારે ૬-૩૦ થી ૮ કલાક સુધી એમ્યૂઝમેન્ટ પાર્કમાં તેમજ સાંજે ૪-૩૦ કલાકથી પ-૩૦ કલાક દરમિયાન નર્મદેશ્વર મંદિર, પંચવટીમાં પ્રારંભ થયો છે. આ કેમ્પ તા. ૧૦ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. દ્બીઙ્ઘટ્ઠજદૃૈંટ્ઠષ્ઠટ્ઠદ્બૅ.ખ્તજઅહ્વ.ૈહ આ લીંક પર ક્લિક કરીને લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે, જે શિબિરમાં જામનગરના નાગરિકોને બહોળી સંખ્યામાં જોડાઈને લાભ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial