Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬ માર્ચ સુધી ચાલશેઃ ટાઈમટેબલ જાહેર
જામનગર તા. ૧૦: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો. ૧૦/૧ર ની પરીક્ષાઓનો તા. ર૬ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં ધો. ૧૦ અને ધો. ૧ર (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ) ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. વિગતવાર જાહેર થયેલા ટાઈમટેબલમાં તા. ર૬-ર-ર૦ર૬ થી તા. ૧૬-૩-ર૦ર૬ સુધી આ પરીક્ષાઓ ચાલશે.
સવારે ધો. ૧૦ ની અને બપોરે ધો. ૧ર ની પરીક્ષાઓ લેવામાં આવશે. ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) માં તા. ર૬ ના ભૌતિક વિજ્ઞાન, તા. ર૮ ના રસાયણ વિજ્ઞાન, તા. ૪-૩-ર૦ર૬ ના જીવવિજ્ઞાન, તા. ૬ ના અંગ્રેજી, તા. ૯ ના ગણિત, તા. ૧૧ ના કમ્પ્યુટર, તા. ૧ર ના ગુજરાતી, તા. ૧૩ ના ગુજ. (દ્વિ ભાષા) નો સમાવેશ થાય છે. ધો. ૧૦ મા તા. ર૬ ના ગુજરાતી, તા. ર૮ ના વિજ્ઞાન, તા. ૪-૩-ર૦ર૬ ના સામાજિક વિજ્ઞાન, તા. ૬ ના બેઝીક ગણિત, તા. ૯ ના સ્ટાન્ડર્ડ ગણિત, તા. ૧૧ ના અંગ્રેજી (દ્વીભાષા) અને તા. ૧૬ ના હિન્દી-સંસ્કૃત, જ્યારે ધો. ૧ર (સામાન્ય પ્રવાહ) મા તા. ર૬-ર-ર૦ર૬ ના અર્થશાસ્ત્ર, તા. ર૭ ના તત્ત્વજ્ઞાન, તા. ર૮ ના વાણિજ્ય વ્યવસ્થા, તા. ૪-૩-ર૦ર૬ ના નામાના મૂળ તત્ત્વ, તા. પ ના મનોવિજ્ઞાન, તા. ૬ ના સમાજ શાસ્ત્ર, તા. ૭ ના ગુજરાતી/અંગ્રેજી, (દ્વીભાષા), તા. ૯ ના આંકડા શાસ્ત્ર, તા. ૧૦ ના ગુજરાતી-હિન્દી, અંગ્રેજી (પ્રથમ ભાષા), તા. ૧૧ ના હિન્દી, તા. ૧ર ના એસ.પી., તા. ૧૬ ના ભૂગોળ, તા. ૧૪ ના કોમ્પ્યુટર, અને તા. ૧૬ ના સંસ્કૃતની પરીક્ષા લેવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial