Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ એકની અટકાયત કરીઃ પાંચના સગડ દબાવ્યાઃ
જામનગર તા. ૭: જામનગરના એક શખ્સને એલસીબીએ ચોરાઉ બાઈક સાથે પકડી પાડ્યા પછી પૂછપરછ કરતા બે બાઈક ચોરી તેમજ ભાણવડના વેરાડમાં એક મકાનમાંથી રોકડ, દાગીના, દુકાન પાસેથી બાઈકની ચોરીનો ભેદ ખૂલ્યો છે. આ શખ્સની અટક કરાઈ છે અને પાંચ સાગરિતની શોધ કરાઈ રહી છે.
જામનગરના ગૌરવ પથ પર ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મયુરસિંહને બાતમી મળી હતી કે, પત્રકાર કોલોની તરફ રોડ પાસે એક શખ્સ ચોરાઉ મોટર સાયકલ સાથે ઉભો છે.
તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી દોડી ગયેલી એલસીબી ટીમે ગોકુલનગરમાં રહેતા મૂળ દરેડના મેહુલ નરશીભાઈ સોલંકી નામના શખ્સને દબોચી લીધો હતો. તેની પૂછપરછ કરાતા આ શખ્સે બે બાઈક ચોરી અને એક મકાનમાં કરેલી ચોરીની કબૂલાત કરી છે. આ શખ્સે પોતાના સાગરિત ભાવેશ નરશીભાઈ સોલંકી, નવલેશ રાજુ ભાટી, ઈશ્વર જગદીશ મારવાડી, રાહુલ વાજેલીયા, અનિલ વાજેલીયા સાથે મળી ચોરી કર્યાનું કબૂલ્યું છે.
આ શખસે પોતાના મિત્રો સાથે મળી બે સપ્તાહ પૂર્વે પ્રદર્શન મેદાન નજીક નવા બસ સ્ટેન્ડ પાસેથી એક બાઈક ઉઠાવવા ઉપરાંત છએક દિવસ પહેલાં જીજી હોસ્પિટલના પાર્કિંગમાંથી પોતાના ભાઈ તથા માસીયાઈ અને ફઈના દીકરાઓ સાથે મળી બાઈક ઉઠાવ્યાની કબૂલાત કરી છે. તેમજ ભાણવડના વેરાડમાં એક મકાનમાંથી સોનાના દાગીના, રૂ.રપ હજાર રોકડા અને એક દુકાનની બહારથી બાઈક પણ ઉપાડી લીધાની વિગતો આપી છે. એલસીબીએ ત્રણ બાઈક, રૂ.૧પ૦૦ રોકડા, એક મોબાઈલ કબજે કરી મેહુલ નરશીભાઈની અટકાયત કરી છે અને તેના પાંચ સાગરિતના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial