Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી વલ્લભદાસ કરસનદાસ પંચમતીયા (ઉ.વ.૭૪)(સલાયાવાળા)(નેશનલ કેમિસ્ટવાળા)નું તા. ૧૧-૧૦-૨૫ ના અવસાન થયું છે.
જામનગર નિવાસી જગદીશચંદ્ર આણંદલાલ મહેતા (ઉ.વ.૮૮) તે સ્વ. રમાબેનના પતિ, સ્વ. ભુદરજીભાઈ સવચંદ સંઘવીના જમાઈ, કિરણભાઈ, જવાહરભાઈ, પરેશભાઈ, સ્વ. સરલાબેનના ભાઈ, ચંદ્રકાન્તભાઈ ગાંધીના સાળા, જીજ્ઞાબેન, સંજયભાઈ, હિમાંશુના પિતા, ધર્મેશભાઈ, બીનાબેન, ભાવિનીબેનના સસરા તા. ૧૨ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૩-૧૦-૨૫ સોમવારના સાંજે ૪ કલાકે વારીયા ડેલાવાળા ઉપાશ્રય, વારીયા ડેલો, ગાંધીજીના પૂતળા સામે, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ સિદસર) ધીરજલાલ બાવનજીભાઈ ધાણેજા (ઉ.વ.૭૯) તે સંજયભાઈના પિતા, કેવલભાઈના દાદાનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૩ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, આનંદ કોલોની, રોડ નં.૪,પટેલકોલોની, જામનગરમાં રાખેલ છે.
જામનગર : સતીબેન રાજશીભાઈ ગોજીયા (ઉ.વ.૯૫) તે સુરેશભાઈ ગોજીયા, યોગેશભાઈ ગોજીયા (માતૃઆશિષ બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ), ગીરીશભાઈ ગોજીયા (એડવોક્ેટ)ના માતાનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪ને મંગળવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન આહિર સમાજ, સત્યમ કોલોની રોડ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ રાજ્ય ૫ુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ સ્વ. પ્રવિણચંદ્ર પ્રાણજીવન ભટ્ટ (નાઘેડીવાળા)ના પત્ની પ્રવિણાબેન (ઉ.વ.૭૧) તે સૂરજભાઈ ભટ્ટ (અમેરિકા), ભારતીબેન સંજયકુમાર ત્રિવેદી (નાઈરોબી), પ્રીનિશાબેન, જીતેન્દ્રભાઈના માતા, સ્વ. પ્રાણજીવન જીવાભાઈ ભટ્ટ, પાનીબેન પ્રાણજીવન ભટ્ટના પુત્રવધૂ, સ્વ. વિઠ્ઠલજીભાઈ, સ્વ.વિનોદરાય, સ્વ. અમૃતલાલ, સ્વ. પ્રભુલાલ, સ્વ. વસંતરાયના ભાઈના પત્ની, સ્વ. સવિતાબેન, સ્વ. રવિતાબેન, સ્વ. નિર્મળાબેન, હંસાબેન લવાના ભાભી, સ્વ. જયદેવભાઈ, અનિલભાઈ (રાજ્ય પુરોહિત જ્ઞાતિ મુંબઈના ઉપપ્રમુખ), સુરેશભાઈ, સ્વ. નિકેશભાઈ, સ્વ. અશ્વિનભાઈ, દિવ્યકાંતભાઈ, પ્રકાશભાઈ, પરેશભાઈ, રાજુભાઈ, મુકેશભાઈ, ચંદ્રેશભાઈના કાકી, સ્વ. પોપટલાલ પરસોત્તમ ભટ્ટના દીકરી(ચેતના લોજ વાળા), સુરેશભાઈ, ચંદુભાઈ, રમેશભાઈ, અશોકભાઈ, અનસુયાબેન ભટ્ટ (સોડસલાવાળા), મીનાબેન કેવલિયાના બેનનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૬ ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમ્યાન રાજ્ય પુરોહિત વિદ્યાર્થીભુવન, ખોડીયાર કોલોની, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ વલ્લભદાસ કરસનદાસ પંચમતીયા (ઉ.વ.૭૪)(સલાયાવાળા)(નેશનલ કેમિસ્ટવાળા)નું તા. ૧૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૬ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ પાસે,જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.સ્વસુરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
જામનગરઃ મૂળ જૂનાગઢના વડનગરા નાગર બ્રાહ્મણ વિમલભાઈ રતિલાલ વોરા (ઉ.વ. ૮૦) તે મલકાબેનના પતિ, લહેરીબેનના પિતા તથા હસીતભાઈ અવાસીયાના સસરાનું તા. ૧૦-૧૦-૨૫ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૧૩-૧૦-૨૫ને સોમવારે સાંજે ૫ઃ૩૦થી ૬ઃ૩૦ વાગ્યા સુધી ભાઈઓ તથા બહેનો માટે અનંત ધર્માલય, જૂનાગઢમાં રાખવામાં આવી છે.
જાંબુડા નિવાસી સ્વ. ધીરજલાલ દામોદર મહેતાના પુત્ર વૃજલાલ (ઉ.વ.૮૩) તે સ્વ.રમણિકભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ.નવીનભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ, સુરેશભાઈ, ડો.પંકજભાઈ, સ્વ.વનીતાબેન, સ્વ.મંજુબેન, રશ્મિબેનના ભાઈ, સ્વ. ઉષાબેનના પતિ, દીપાબેન, શિલ્પાબેન, મિતેષભાઈના પિતા, જસ્મીન દોશી તથા હરદીપ મહેતા (રાજકોટ) ના સસરા, પડધરી નિવાસી સ્વ.કનૈયાલાલ કેવલચંદ ગાર્ડીના જમાઈનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૩ ના સવારે ૯ વાગ્યે રણજીતનગર જૈન ઉપાશ્રય, હીરજી મિસ્ત્રી રોડ, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી શાલીની રાજેશભાઈ દેસાઈ (ઉ.વ.૫૫) તે સ્વ. રાજેશભાઈ પુષ્પવદન દેસાઈ (એડવોકેટ)ના પત્ની, હેતા, આયુશી, દર્શીતના માતા, પ્રદિપભાઈના ભાભીનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૩ ને સોમવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી જૈન વિશા ઓશવાળ જ્ઞાતિના સ્વ. ભાઈલાલ હઠિસંગ ઝવેરીના પત્ની કલ્પનાબેન (ઉ.વ.૬૯) તે સ્વ. નિલેશ, જયમીન, ખંજનના માતાનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૩ને સોમવારે સવારે ૯ વાગ્યે દેવબાગ જૈન ઉપાશ્રય, કલ્યાણજી ચોક, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે. લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી.
જામનગરઃ શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગં.સ્વ. ચંદ્રીકાબેન મુકુંદરાય પાઠક (ઉ.વ.૮૩) તે જ્ઞાતિના પૂર્વ વ્યવસ્થાપક સ્વ. મુકુંદરાય છગનલાલ પાઠકના પત્ની, જ્ઞાતિના મંત્રી નિકુલભાઈ પાઠક (નિવૃત્ત પોલીસકર્મી), ભારતીબેન ત્રિવેદી, જાગૃતિબેન મહેતા, નલીનીબેન દવે, ફાલ્ગુનીબેન માંકડના માતા, પરીક્ષિત, મેઘાના દાદીનું તા. ૯ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૦ ને શુક્રવારે સાંજે પ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ ચાવડા) ભરતસિંહ નાથુભા જાડેજા (પૂર્વ પ્રમુખ-જામનગર આચાર્ય સંઘ) ના પત્ની નંદુબા જાડેજા, તે કૃષ્ણવિજયસિંહના માતા, ઈન્દ્રવિજયસિંહના કાકી, રવિન્દ્રસિંહના ભાભુ, આદિત્યસિંહના દાદીમાનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ ને શનિવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, જામનગરમાં રાખેલ છે.