Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષામાં ચેઈન ખોવાઈ ગયાનું કહી છેતરતા રાજકોટના બે શખ્સને દબોચતી એલસીબી

ખંભાળિયામાં શ્રમિકને ચોપડાયો હતો ચૂનોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ખંભાળિયામાં એક શ્રમિક સાથે રિક્ષામાં સોનાનો ચેઈન ખોવાયાનું જણાવી રૂ।.૪૦ હજારની ઠગાઈ કરી હતી. આ ગુન્હામાં એલસીબીએ રાજકોટના બે શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા ગુન્હાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

ખંભાળિયામાં સલાયા ફાટક પાસે એક બસમાંથી ઉતરેલા દાહોદ જિલ્લાના શ્રમિક અને તેના પુત્ર પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે એક રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાં અગાઉથી બેસેલા એક મુસાફરે ચાલુ વાહને પોતાનો સોનાનો ચેઈન રિક્ષામાં પડી ગયાની ખોટી વિગત રિક્ષાચાલકને આપ્યા પછી રિક્ષાચાલકે ચેઈન શોધવાનું નાટક કરી પરપ્રાંતીય શ્રમિકને છેતરી લીધા હતા.

રિક્ષામાંથી ચેઈન મળતા તેનો ભાગ પાડી લેવાનું કહી રિક્ષાચાલકે શ્રમિક પાસેથી તેઓનું ચાંદીનું કડુ સહિત રૂ।.૪૦ હજારનો સામાન મેળવી લઈ પોબારા ભણ્યા હતા. જેની પોલીસમાં ફરિયાદ કરાયા પછી પોલીસે શરૂ કરેલી તપાસમાં એલસીબી પીએસઆઈ બી.એન. દેવમુરારી તથા ટીમે સંજય શંકર રાજાણી અને દેવશી ઠાકરશી નસીત નામના રાજકોટના બે શખ્સને પકડી લઈ પૂછપરછ કરતા આ શખ્સોએ ઠગાઈ કર્યાનું કબૂલી લીધુ છે. મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સો પ્લાસ્ટિકની ડબીમાં નકલી ચેઈન રાખી  છેતરપિંડી કરતા હોવાનું ખૂલ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh