Advertisement
Author: નોબત સમાચાર

રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા પ્રભા-ફૂટ-કૃત્રિમ પગનો કેમ્પ યોજાશે

વાધર આર્ટિફિસિયલ લીમ્બ સેન્ટરના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા અને પી.આર. વાધર આર્ટિફિસિયલ લીમ્બ સેન્ટર (ભાવનગર) ના સહયોગથી નિઃશુલ્ક ફૂટ કૃત્રિમ પગના કેમ્પનું આયોજન રોટરી ડિઝાસ્ટર સેન્ટર, ફાયરબ્રિગેડ પાસે, જેએમસી કમ્પાઉન્ડ, જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં તા. ૩૧/૧૦ ના પગનું માપ કરવામાં આવશે અન તા. ર/૧૧ ના કૃત્રિમ પણ ફીટ કરવામાં આવશે.

વજનમાં હળવા એવા આ પ્રભા ફૂટ લગાડ્યા પછી લાભાર્થીઓ સાયકલ ચલાવી શકે છે, સહેલાઈથી સીડી ચડી શકે છે, તેમજ ચાલી શકે છે. વહેલતા તે પહેલાના ધોરણે નામ નોંધાવાનું રહેશે. વોટ્સએપના માધ્યમથી લોકોએ તેમનું નામ, સરનામું, મોબાઈલ નંબર, કપાયેલ પગ અને મોઢાનો ફોટો તથા આધાર કાર્ડનો બન્ને સાઈડનો ફોટો મોકલવાનો રહેશે. ઉપરોક્ત વિગત અને ફોટો મોકલવા માટે કપિલ નાગોરી મો. ૯૮રપ૦ ૯૮૪૪ર અથવા ભરત અમલાણી મો. ૯૪ર૬૭ ૩૦૭૩૧ અથવા શરદ શેઠ મો. ૯૯૭૯૯ ૬૯પ૯પ ઉપર વોટ્સએપ કરવાનો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh