Advertisement
Author: નોબત સમાચાર

શહબાઝ શરીફ ઘૂંટણીયેઃ ભારત સાથે વાટાઘાટો માટે તત્પર

બ્રિટીશ હાઈકમિશનર સાથેની બેઠકમાં પાક.ના પી.એમ.નું નિવેદનઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૪: પાકિસ્તાન હવે સીધુદોર થઈ ગયું હોય તેમ શાંતિ મંત્રણા કરવા ઘૂંટણિયે પડેલા પાક. વડાપ્રધાન ભારત સાથે 'સાર્થક' વાટાઘાટો કરવા તૈયાર થઈ ગયા છે અને તમામ મુદ્દા ઉકેલવા ઓફર કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા પછી બન્ને દેશો વચ્ચે થયેલી લશ્કરી કાર્યવાહીના કારણે તંગદિલીમાં વધારો થયો છે, ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ભારત સાથેના તમામ વિવાદો ઉકેલવા માટે વાતચીતની તૈયારી દર્શાવી છે.

આ નિવેદન તેમણે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથે ઈસ્લામાબાદમાં થયેલી મુલાકાત દરમિયાન આપ્યું હતું. શહબાઝ શરીફે બ્રિટનની હાઈ કમિશનર સાથેની બેઠકમાં જણાવ્યું કે, પાકિસ્તાન ભારત સાથેના તમામ મુદ્દાઓ પર ખુલ્લી અને રચનાત્મક ચર્ચા માટે તૈયાર છે. આ ઉપરાંત બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાના વર્તમાન પરિસ્થિતિ અંગે પણ વાતચીત થઈ. શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવામાં બ્રિટનની ભૂમિકાની પણ પ્રશંસા કરી, જે બન્ને દેશો વચ્ચે શાંતિની શક્યતાઓને દર્શાવે છે.

જો કે, પહલેથી જ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, તે પાકિસ્તાન સાથે માત્ર બે મુદ્દાઓ-પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ની વાપસી અને આતંકવાદ પર જ વાતચીત કરશે.

ઉલ્લેખનિય છે કે, મે ર૦રપ માં પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતાં. આ ઘટનાએ ચાર દિવસ સુધી ભારે તણાવ ઊભો કર્યો હતો, જે ૧૦ મે ના બન્ને દેશોના સૈન્ય કાર્યવાહી રોકવાના સમજુતી સાથે સમાપ્ત થયો હતો.

શહબાઝ શરીફે બ્રિટન સરકારના પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ઊડાનો ફરી શરૂ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી બ્રિટનમાં રહેતા પાકિસ્તાની સમુદાયને મોટી રાહત મળશે અને બન્ને દેશોના લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. આ પગલું બન્ને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ નવી ગતિ આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh