Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ કમલેશ રતીલાલ પટેલ (ઉ.વ.૬૩)(બેંક ઓફ બરોડાવાળા) તે નીતાબેનના પતિ, ચિરાગના પિતા, સ્વ. લલીતભાઈ તથા સ્વ. ભરતભાઈ, પુષ્પાબેન, ઈલાબેન, વનિતાબેન, જોશનાબેનના ભાઈ, તથા જટાશંકરભાઈ જોષીના જમાઈ તા. ૨ ના અરિહંતશરણ પામ્યા છે.
નાગપુર : ચાતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ (મૂળ કોટડા સાંગાણી) સ્વ. લાભશંકર હરજીવનભાઈ પંડયાના પુત્ર જયેશભાઈ (ઉ.વ.૬૫), તે રસિકભાઈ, મહેશભાઈના ભાઈ, નરેન્દ્ર, દિવ્યા, દર્શનાના પિતા તેમજ અમૃતલાલ ત્રિવેદી (જામનગર)ના જમાઈનું તા. ૧ ના અવસાન થયું છે. સદ્ગત તથા સસરાપક્ષનું બેસણું તા. ૪ ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ચાતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મિલપરા, રાજકોટમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. મગનલાલ ધનજીભાઈ સોમૈયાના પુત્ર શિવલાલ (ઉ.વ.૮૨) તે સંજયભાઈ, કલ્પેશભાઈ, મીરાબેનના પિતા, બકુલકુમાર ગણાત્રા, પ્રિતીબેનના સસરા, તુષાર, સુમિતના દાદા તથા મનસુખલાલ, સ્વ. રમણીકલાલ, સુરેશભાઈના ભાઈનું તા. ૩૧-૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. ૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન લોહાણા મહાજન વાડી(બેડી), રામ મંદિર ચોક, જામનગરમાં રાખેલ છે.
નંદાણા નિવાસી સ્વ. ખીમજીભાઈ મૂળજીભાઈ સચદેવના પૌત્ર અને અમૃતલાલ ખીમજીભાઈ સચદેવના પુત્ર નિલેશભાઈ તે ચાંદનીબેન પાર્થકુમાર કેશરીયા (જેતપુર) ના ભાઈ, કુણાલ, મિહિકાના પિતા, પ્રફુલભાઈ, નવીનભાઈ, સ્વ. શશીકાંતભાઈના ભત્રીજા, ભરતભાઈ, પોપટભાઈ કોટક (રાજકોટ) ના જમાઈનું તા. ૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને સસરાપક્ષની સાદડી તા. ૩ને બુધવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન સતવારા સમાજની વાડી, દ્વારકા-ખંભાળીયા હાઈવે, નંદાણામાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.
જામનગર નિવાસી ગોકલદાસ વિરજીભાઈ ચંંદારાણા (મૂળ લાંબાબંદર)(ઉ.વ.૯૦) તે ગં.સ્વ. શામકુંવરબેનના પતિ, વનીતાબેન (વર્ષાબેન) થોભાણી(શિક્ષિકા-જામ-ખંભાળીયા), ઉષાબેન કોટક (માહિતી ખાતુ, જામનગર), દિનેશભાઈ, નીતિનભાઈ (પીડીયુ હોસ્પિટલ-રાજકોટ) ના પિતા, મુકેશભાઈ થોભાણી (જિ.પં.દ્વારકા) જગદીશભાઈ કોટક (જિ.પં.જામનગર), પલ્લવીબેન દિનેશભાઈના સસરા, પ્રેક્ષા, ક્રિષ્નાના દાદા, આશિષ થોભાણી (એન્જલ મોબાઈલ-જામ-ખંભાળીયા), ભાર્ગવ થોભાણી, ભવ્ય કોટક (જિ.પં.જામનગર)ના નાના, સ્વ. વલ્લભભાઈ ખીમજીભાઈ દત્તાણી (સોનારડી) ના જમાઈનું તા. ૩૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૪ને ગુરૂવારે બપોરે ૪ થી ૪:૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ રોહિતભાઈ (નાનુભાઈ) મહેતા (બાંધણીવાળા) (ઉ.વ.૭૫) તે સ્વ. ઉજમસી હકિમચંદ મહેતાના પુત્ર, નિલમબેનના પતિ, સિદ્ધાર્થ અને જલ્પાના પિતા, સાચી, ક્રિષ્નાના દાદા, અરહમનના નાના, લક્ષ્મીચંદ પાનાચંદ મહેતાના જમાઈ, સ્વ. હીરાલાલ, સ્વ.પ્રભુભાઈ, સ્વ.નવલભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ.મંજુલાબેન, સ્વ. રંજનબેનના ભાઈનું તા. ૧-૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩-૯ના સવારે ૯ઃ૩૦ કલાકે પેલેસ જૈન ઉપાશ્રય, ડી.કે.વી.કોલેજ પાછળ, વિરલબાગ પાસે, જામનગરમાં રાખેલ છેે.
જામનગરઃ ગીરીનારાયણ બ્રાહ્મણ હેમલતાબેન (ઉ.વ.૭૫) તે હર્ષદરાય ગોવિંદલાલ ભટ્ટ (લીલીયા મોટા)ના પત્ની તથા નિતા, અતુલકુમાર ઠાકર, અલ્પા રામ પુરોહિત, પ્રિયંકા ૫ી. ઠાકર, અપૂર્વા ભટ્ટના માતા તથા હરિનારાયણ દયાળજી પુરોહિતના પુત્રીનુ ંતા. ૨૯ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (ઉઠમણું) તા ૧-૯-૨૫ના સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન ગીરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટની આંબલી, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ ગં.સ્વ. લીલાબેન (ઉ.વ.૯૫) તે સ્વ. શ્યામલાલ રામલાલ નેગાંધીના પત્ની, સ્વ. રામલાલ સંુદરદાસના પુત્રવધૂ, સ્વ. નારણદાસ વેદના પુત્રી, સ્વ. ગોકળદાસ નારણદાસના બેન, ગં.સ્વ. વિજયાબેનના નણંદ, સ્વ. દામોદરભાઈ, સ્વ. રમેશભાઈ, પૂ.પ્રતાપભાઈના ભાભી, ઈન્દુબેનના જેઠાણી, નીલેશ, સોનલ, રૂપલ ઉદય સંપતના કાકી, મમતાબેનના કાકી સાસુ, વત્સલના દાદી, નિતેન, જશમીન, ફાલ્ગુનીના ફઈનું તા. ૩૧ના અવસાન થયું છે. લૌકિક પ્રથા રાખવામાં આવી નથી.
જામનગરઃ નવીનચંદ્ર ઓધવજી ત્રિવેદી તે અશોકભાઈના પિતા, દિનેશભાઈ ધીરજલાલ ત્રિવેદીના કાકાનું તા. ૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧-૯ના સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, નદીપા, ગરબી ચોક, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ રમેશચંદ્ર જગજીવન ત્રિવેદીના પત્ની જ્યોતિબેન (ઉ.વ. ૭૫) તે ડો.હિરેનના માતા, ડો.અમિ ત્રિવેદીના સાસુ તથા દેવમના દાદીનું તા. ૨૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧-૯ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન ગીતામંદિર, પારસ સોસાયટી, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ ધ્રાફા) ગુલાબબેન જમનાદાસ જેચંદભાઈ મહેતાના પુત્ર હરેશભાઈ (ઉ.વ.૬૦) (પરેશ રેડીવેરવાળા) તે કાશ્મીરાબેનના પતિ, પાર્થ, નેન્સીના પિતા, મેહાના સસરા તથા સ્વ. રમેશચંદ્ર, પ્રમોદરાય, યોગેશભાઈ, જગદીશભાઈ, પરેશભાઈ, પ્રફુલ્લાબેન અરવિંદકુમાર ગાંધીના ભાઈ, જતીન, સ્વ.ચિરાગ, અજયના કાકા, જવાહરભાઈ દીપચંદભાઈ દોશી (ધ્રાફાવાળા)ના જમાઈનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦ ના સાંજે ૪ઃ૩૦ વાગ્યે કે.ડી.શેઠના ઉપાશ્રય, પેલેસ રોડ, જામનગરમાં રાખેલ છે. સદ્ગતની ઈચ્છા મુજબ ચક્ષુદાન કરેલ છે.