Advertisement
Author: નોબત સમાચાર

ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ચેક પરત કેસમાં ફટકારાયેલી સજા અપીલમાં યથાવત

બે વર્ષની નગરની અદાલતે કરી હતી સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શીપીંગના વ્યવસાયીએ હિન્દી ફિલ્મજગતના જાણીતા ડાયરેક્ટર સામે કરેલી ચેક પરતની દસ ફરિયાદમાં બે વર્ષની સજા ફટકારાઈ હતી. તે હુકમ સામે સેશન્સ કોર્ટમાં કરાયેલી અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ માન્ય રહ્યો છે.

હિન્દી ફિલ્મજગતના જાણીતા ડાયરેક્ટર અને ઘાયલ, ઘાતક, દામિની જેવી હીટ ફિલ્મ બનાવી ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા થતાં રાજકુમાર પ્યારેલાલ સંતોષીએ વર્ષાે પહેલાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શીપીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ લાલ પાસેથી રૂ.૧ કરોડ સંબંધદાવે હાથઉછીના લીધા હતા. તેની સામે રૂ.૧૦ લાખનો એક એવા દસ ચેક આપ્યા હતા.

તે તમામ ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા તમામ ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી અશોકભાઈએ વકીલ પિયુષ ભોજાણી મારફત નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ તેમજ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે આઈપીસી ૪૦૮, ૪૨૦ હેઠળ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે તમામ કેસ મુંબઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવા આરોપીએ અરજી કરી હતી. તે અરજી નામંજૂર થતાં અને જે શહેરનો ચેક હોય તે જ શહેરમાં કેસ ચાલી શકે તેવો અગાઉનો પરિપત્ર રદ્દ કરવામાં આવતા જામનગરની કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી પોતાની વગનો ઉપયોગ કરી સમન્સ બજવા દેતો ન હતો. તેથી મુંબઈ પોલીસ કમિશનરને તેનો ખુલાસો પૂછાતા સમન્સ બજ્યા હતા અને તે પછી પણ આરોપી જામનગર કોર્ટમાં હાજર થયો ન હતો. તેની સામે જામીનલાયક વોરંટ કાઢવા અરજી કરાઈ હતી.

લાંબા કાનુની જંગ પછી તે તમામ કેસમાં અદાલતે આરોપી રાજકુમાર સંતોષીને બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ભરવા હુકમ કરાયો હતો. અદાલતના આ આદેશ સામે રાજકુમાર સંતોષીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે અને આરોપીને તા.ર૭ના દિને અદાલતમાં હાજર થવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી ભોજાણી એસોસિએટ્સના પિયુષ ભોજાણી, ભાવિન ભોજાણી, ભાવિન રાજદેવ, કિશોર ભટ્ટ, પ્રકાશ કંટારીયા, સચિવ જોષી, અર્શ કાશ્માણી, અલ્કા નથવાણી, ભાવેશ સોનગરા, જાનકી ગાગીયા, કૈલાસ નંદાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh