Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પરપ્રાંતીય પરિણીતાએ ઝેરી પદાર્થ ગળી કર્યાે આપઘાત

માનસિક અસ્થિર યુવાન કોઈ રીતે કૂવામાં ખાબક્યાઃ ઝેરી દવા પી લેતાં યુવાનનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ભાણવડના સણખલા ગામમાં વસવાટ કરતા અને માનસિક અસ્થિરતાની બીમારીનો ભોગ બનેલા એક યુવાન કોઈ રીતે પોતાના ઘર પાસેના કૂવામાં પડ્યા પછી ડૂબી જવાથી મોતને શરણ થયા છે. દ્વારકામાં વસવાટ કરતા મૂળ કર્ણાટકના એક પરિણીતાએ અકળ કારણથી ઝેરી પદાર્થ ખાઈ લઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે કલ્યાણપુરના રાવલમાં એક યુવાને ખેતરમાં દવાના છંટકાવ વખતે અકળ કારણથી તે દવા પી લીધી હતી. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે ત્રણેય બનાવની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં વસવાટ કરતા અને છેલ્લા દસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા કાનાભાઈ સેવાભાઈ છેતરીયા (ઉ.વ.ર૬) નામના યુવાન શુક્રવારે બપોરે એક વાગ્યા પછીના સમયે પોતાના ઘર પાસે આવેલા કૂવામાં કોઈ રીતે પડી ગયા હતા. તેની જાણ થતાં આ યુવાનને બહાર કાઢી સારવારમાં ખસેડાયા હતા. તેઓનું મોડીરાત્રે અવસાન થયું છે. અરજણભાઈ લગધીરભાઈ છેતરીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

દ્વારકા શહેરમાં રબારીપાડામાં વસવાટ કરતા મૂળ કર્ણાટક રાજ્યના વતની સુનિતાબેન ઉમેશભાઈ પડીયા (ઉ.વ.૩૦) નામના પરિણીતાએ શનિવારે બપોરે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેમનું મૃત્યુ નિપજ્યું છે. પતિ ઉમેશભાઈ પડીયાએ પોલીસને જાણ કરી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં બારીયાધાર વિસ્તારમાં વસવાટ કરતા પ્રતાપભાઈ હમીરભાઈ જાદવ (ઉ.વ.૪૮) નામના કોળી યુવાન ગઈ તા.ર૭ની બપોરે પોતાના ખેતરે ઘાસમાં દવા છાંટતા હતા. આ વેળાએ કોઈ કારણથી પ્રતાપભાઈએ ઝેરી દવા પી લીધી હતી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ નિપજ્યું છે. મોહનભાઈ પ્રતાપભાઈ જાદવે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh