Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રૂ. પ૬૦ કરોડના જીએસટી કૌભાંડમાં બ્રહ્મ એસોસિએટ્સના સી. એ. સામે લૂક આઉટ સરક્યુલર

બોગસ બીલીંગ સાથે રૂ. ૧૧ર કરોડની કરચોરીઃ એક કરોડના બેંક ખાતા ફીઝઃ ૩૬ કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરની પેઢીના સી.એ.ને ત્યાં જી.એસ.ટી. વિભાગની ટીમે દરોડા પાડતા રૂ. પ૬૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ફલીત થયું છે, અને રૂ. ૧૦૦ કરોડથી વધુ કરચોરીનો પર્દાફાશ થયો છે. બીજી તરફ હવે સીએ સામે ફોજદારી ફરિયાદો શરૂ થઈ ચૂકી છે. જ્યારે સીએ ફરાર થઈ જતા તેમની પત્નીના નિવેદન લેવામાં આવ્યા છે.

 રાજ્યના જી.એસ.ટી. વિભાગની ટીમે ગત્ તા. ૩ થી રાજ્યભરમાં એકસાથે રપ સ્થળોએ દરોડા-સર્ચ કામગીરી શરૂ કરી હતી, જેમાં જામનગરની બ્રહ્મ એન્ડ એસોસિએટ્સ પેઢીના ચાર્ટડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાનો પણ સમાવેશ થાય છે. આ સર્ચ કામગીરીમાં જી.એસ.ટી. વિભાગની ર૭ ટીમો જોડાઈ હતી. અત્યાર સુધીની તપાસ ૧૪ બોગસ પેઢીના નામે વ્યવહારો થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જેમાં માલની ફિઝિકલ મુવમેન્ટ વગર જ ફક્ત ઈન્વોઈસ બનાવીને ખોટી રીતે ઈન્પુટ ટેક્સ ક્રેડીટનો દાવો કરવામાં આવ્યો હતો.

આવી અનેક પેઢી સીએ અલ્કેશ પેઢડિયા દ્વારા ચલાવાતી હતી, જ્યારે કેટલાક ખરેખર અસ્તિવ ધરાવતા કરદાતાઓના જીએસટીના છેડેન્શિયલ્સનો દુરઉપયોગ કરાયો હતો. આવી પેઢી ધરાવતાઓએ જણાવ્યું હતું કે સી.એ. અલ્કેશ પેઢડિયા દ્વારા જી.એસ.ટી. કોમ્પ્લાઈન સર્વિસના બદલે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા છે, અને તેવો પોલીસમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે.

તપાસમાં ખોટા ઈન્વોઈસ અને નાણાકીય ગેરરીતિના પુરાવા મળ્યા છે, તેવા કેટલાક દસ્તાવેજો કમ્પ્યુટર, અને અન્ય ડિજિટલ સ્ટોરેજ ડીવાઈસ જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રાથમિક વિશ્લેષણમાં વિવિધ બેંક ખાતાઓ મારફત નાણાકીય વ્યવહારોના અનેક લેટર જોવા મળ્યા છે. જે ખૂબ જ ફંડ ડાયવર્ઝન મિકેનિઝમ તરફ ઈશારો કરે છે. અમુક પેઢીએ જવાબદારી સ્વીકારી વ્યાજ અને દંડ ભરવાની જવાબદારી સ્વીકારી છે.

કુલ રૂ. પ૬૦ કરોડના બોગસ વ્યવહારો થયા હોવાનું ખૂલવા પામ્યું છે, જેમાં આશરે રૂ. ૧૧ર કરોડની કરચોરી થઈ હોવાનું જાહેર થયું છે.

આઈટીસી બ્લોકેજ અને એકાઉન્ટ ફિઝીંગ મળવા પાત્ર ન હોય તેથી રૂ. ૪ કરોડ ૬ર લાખની આઈટીસી બ્લોક કરવામાં આવી હતી. બેંક ખાતાઓ ફ્રીઝ ૧ કરોડથી વધુ રકમ સુરક્ષિત કરી છે.

મિલકતો પર ટાંચમાં સરકારી આવકના રક્ષણ માટે આશરે રૂ. ૩૬ કરોડની સ્થાવર જંગમ મિલકતો પર તાત્કાલિક ધોરણે ટાંચ મૂકવામાં આવી છે. કેટલીક પઢીઓએ વિભાગ દ્વારા ઉપસ્થિત કરવા આવેલ વેરાકીય જવાબદારીનો સ્વીકાર કરી રકમ ભરપાઈ કરવાની બાહેંધરી આપી છે. તપાસમાં રપ માંથી ૧૪ બોગસ પેઢી હોવાનું ખૂલવા પામ્યું છે.

મુખ્ય આરોપી સી.એ. અલ્કેશ પેઢડિયા, અનેક સમન્સ આપવા છતાં હાજર થયો નથી, તે દેશ છોડીને ભાગી ન જાય તે માટે લૂક આઉટ સરક્યુલર પણ ઈસ્યુ કરી દેવાયો છે અને તેને હાજર કરવા તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.

ગુજરાત જી.એસ.ટી. વિભાગ બોગસ ઈન્વોઈસીંગ, ખોટા આઈટીસી દાવા, તથા જીએસટી નોંધણીનો દુરઉપયોગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જીરો ટોલરેન્સ નીતિ પણ અડગ છે. વિભાગવાળા તમામ વ્યક્તિ, વ્યવસાયિક અને વ્યવસાયિક સંસ્થાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે, જેમાં કાયદેસરની કાર્યવાહી ભારે દંડ તથા મિલકતો પર ટાંચ જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે.

તપાસમાં શું થયું તે અંગેની વિગતો જાહેર થઈ નથી

સેન્ટ્રલ જીએસટી દ્વારા જામનગરમાં એક પેઢીમાં કરાયું સર્ચ

એક તરફ સ્ટેટ જીએસટીની જામનગરમાં તપાસ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સેન્ટ્રલ જીએસટીની ટીમે પણ ગઈકાલે એક પેઢીમાં સર્વે કામગીરી હાથ ધરી હતી. આથી ધંધાર્થીઓમાં દોડધામ વધી જવા પામી છે.ં

જામનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી સી.એ. અલ્કેશ પેઢડિયાના કૌભાંડો અને રાજ્યના જીએસટી વિભાગની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યાંજ હવે સેન્ટ્રલ જીએસટી દ્વારા પણ જામનગરની એક પેઢીમાં સર્ચ કામગીરી હાથ ધરી હતી.

જાનવી એગ્રોટેક નામની પેઢીમાં ગઈકાલે દિવસભર ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તપાસ ચલાવાઈ હતી, જોકે ત્યાંથી કરચોરી મળી છે કે કેમ? તે અંગે કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh