Advertisement
Author: નોબત સમાચાર

રવિ પાર્ક ટાઉનશીપમાં અનિયમિત જળ વિતરણથી રહીશો ત્રાહિમામઃ એકાંતરા રાત્રે ગમે ત્યારે પાણી આવે !

ભરપૂર નદીના કાંઠે તરસ્યા રહેવા જેવો ઘાટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર દિગ્જામ મીલથી બેડીબંદર રીંગ રોડ પર આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં મહાનગરપાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો તદ્દન અનિયમિત રીતે અપાતો હોવાથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. નવાઈની વાત એ છે કે રવિપાર્કને અડીને આવેલા ઓવરહેડ ટેન્કમાંથી જ આ વિસ્તારની તમામ સોસાયટીઓ તથા વસાહતોને પાણી પુરવઠો અપાય છે અને આ ઓવરહેડ ટેન્કમાં જવાનો ગેઈટ પણ રવિપાર્કની અંદર જ છે. તેમ છતાં આ ટાઉનશીપને કોઈપણ ટાઈમ ટેબલ વિના ગમે ત્યારે રાત્રે પાણી પુરવઠો અપાતો હોવાથી ગૃહિણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તારમાં એકાંતરા પાણી અપાય છે, અને ગમે ત્યારે પાણી આવતુ હોવાથી સોસાયટીના હોદેદારો દ્વારા મનપાના સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆતો કરી છે, અને આ મુદ્ે યોગ્ય કરવાની હૈયાધારણા અપાઈ હોવાનું પણ કહેવાય છે.

આ ટાઉનશીપમાં નવજોડાણો અપાયા પછી એકાંતરા બપોરે બેથી અઢી વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠો અપાતો હતો. પરંતુ પછીથી ટાઈમ બદલતો રહ્યો અને સાંજે ચાર વાગ્યે તથા પાંચ કે છ વાગ્યા વચ્ચે પાણી પુરવઠો ગમે ત્યારે અપાતો હતો.

છેલ્લા થોડાક મહિનાથી તો કોઈ ટાઈમ ટેબલ જ રહ્યું નથી અને રાત્રે ગમે ત્યારે પાણી આવીને ચાલ્યુ જાય, તો તેની ગૃહણીઓને ખબર ન પડે. તો પાણી વિહોણા રહેવું પડે છે. આ કારણે ભૂગર્ભ ટાંકીઓમાં નળ ચાલુ રાખી દેવાના કારણે રાત્રે પાણી આવે તેની ખબર નહીં રહેતા ભૂગર્ભ પાણીની ટાંકીઓ ઉભરાઈ જતા પાણીની રેલમછેલમ થાય છે, અને પાણીનો વેડફાટ પણ થાય છે. આ સમસ્યા તત્કાલ ઉકેલાય અને પહેલાની જેમ બપોરના સમયે નિયમિત પાણી પુરવઠો અપાય તેવી માંગ ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh