Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં સરકારી સહાય યોજનાના દર્દીઓના સંદર્ભમાં સર્વેની ટૂકડી આવી

ખાનગીમાં તપાસની ચર્ચા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૦૬: ખંભાળિયામાં સરકારી યોજનાઓ દ્વારા દર્દીઓની સારવાર તથા ઓપરેશન કરતા ડોકટરો દ્વારા થયેલી કેસ અંગેની કાર્યવાહીના સંદર્ભમાં બે દિવસ પહેલા ખૂબ જ ખાનગી રીતે ગાંધીનગરથી એક ટૂકડી ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ સર્વે કરવા માટે આવ્યાની વાતો છેક જામનગર સુધી પહોંચતા ભારે ચર્ચા જાગી છે.

સરકારી યોજનાઓ પી.એમ.જે.વાય. તથા તાત્કાલીક અકસ્માત સહાયની યોજનાઓના સંદર્ભમાં મોટા પ્રમાણમાં કેસો એક જ હોસ્પિટલ દ્વારા થયા હોય તેના સંદર્ભમાં આ ટુકડી અવ્યાનું ચર્ચાય છે તથા અત્યંત ખાનગી રીતે આવેલી આ ટુકડીએ સ્થાનિક આરોગ્ય તંત્રને પણ જાણ ના કરી હોવાનું કહેવાય છે તો જામનગર અને અમદાવાદમાં જેમ ખ્યાતિકાંડ જેવા તથા જામનગરના જરૂર વગરના ઓપરેશનના સંદર્ભ જેમ અહીં પણ કંઈક ખોટું થયાની શંકા પરથી આ ટૂકડી આવ્યાનું કહેવાય છે. સાથોસાથ આ ટુકડી સાથે આરોગ્ય ઉપરાંત અન્ય ટેકસ વિભાગની ટીમ પણ સાથે હોવાનું કહેવાય છે.

ખંભાળિયા જિલ્લાના મથકમાં કોઈને ખબરના પડે તેવી રીતે આ ટુકડીના આગમન બાબતે ચર્ચા જાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh