Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૂ.૧૪૬૪૦ રોકડા કબજે કરાયાઃ
જામનગર તા. ૩: જામજોધપુર શહેરમાં ગાય સર્કલ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૪૬૪૦ રોકડા કબજે લીધા છે.
જામજોધપુર શહેરના ગાય સર્કલ પાસે કેટલાક શખ્સો ગઈકાલે સાંજે જુગાર રમતા હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા લીમડાના ઝાડ નીચે બેસી ગંજીપાના વડે જુગાર રમતા ઠાકરશીભાઈ ઘેલાભાઈ મકવાણા, રોહિત દેવજીભાઈ કુડેચા, સાગર દિનેશભાઈ કુડેચા, નવાઝ સુલેમાન રાવકરડા ઉર્ફે બાઠીયો, રોહિત બુદ્ધગરભાઈ મેઘનાથી, ભરત મગનભાઈ સોલંકી, જીજ્ઞેશ બુદ્ધગરભાઈ મેઘનાથી નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૪૬૪૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial