Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ સુધારવા બહાર પાડ્યો વટહુકમ
અમદાવાદ તા. ૩: ફેક્ટરીમાં કામદારો ૯ ને બદલે ૧ર કલાક કામ કરી શકશે. મહિલાઓને ર૪ કલાકની છૂટ મળશે. ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા ગુજરાત સરકારે વટહુકમ પ્રસિદ્ધ કર્યો છે. આ માટે આર્થિક પ્રવૃત્તિ વધુ ધમધમતી થાય અને રોજગારીની તકો વધે એ હેતુ જણાવાયો છે.
ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં દિવસમાં કામના કલાકોની સંખ્યા ૯ થી વધારીને ૧ર કલાક કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અઠવાડિયામાં મહત્તમ ૪૮ કલાક રહેવા જોઈએ. સરકારના મતે આ પગલાંનો હેતુ વધુ આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે.
જે કિસ્સાઓમાં કામદારો ૧ર કલાકની શિફ્ટમાં કાર્યરત હોય ત્યાં ૬ કલાક સતત કામ કર્યા પછી તેમને ૩૦ મિનિટનો વિરામ આપવો ફરજિયાત છે. ફેક્ટરી એક્ટની જોગવાઈઓમાં બીજા એક મહત્ત્વપૂર્ણ ફેરફારમાં કેટલાક કડક સલામતી માર્ગદર્શિકાને આધીન રહી રાજ્ય સરકાર હવે મહિલાઓને વાણિજ્યિક સંસ્થાઓમાં ચોવીસ કલાક કામ કરવાની પરવાનગી આપશે. અગાઉ સરકારે મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપવા અંગે સાવચેતીભર્યું વલણ અપનાવ્યુંહતું.
નવા વટહુકમ લાગુ થયા પછી જો ઉદ્યોગ તમામ જરૂરી સલામતીના પગલાં પૂર્ણ કરે તો સંમતિ આપતી મહિલાઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકશે તેમ સૂત્રો જણાવે છે.
તદુપરાંત રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં ૭પ કલાકને બદલે ૧રપ કલાકનો ઓવરટાઈમ આપવાની પણ મંજુરી આપી છે. કર્મચારીઓ તેમના કામના ઓવરટાઈમ કલાકો માટે બમણા પગાર માટે પાત્ર રહેશે. તેમ અખબારી અહેવાલ જણાવે છે.
ફ્લેક્સીબલ (ફેરફારને આધિન) કામના કલાકોનો ખ્યાલ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે છે, પરંતુ ફેક્ટરી કાયદાની જોગવાઈઓ હેઠળ આ શક્ય નહોતું. વટહુકમ સાથે કર્મચારીઓ હવે ચાર દિવસ માટે ૧ર શિફ્ટમાં કામ કરી શકે છે, જેનાથી ઉદ્યોગને તેમની જરૂરિયાત મુજબ ફ્લેકસીબલ શિફ્ટ સમય અપનાવવાની મંજુરી મળશે.
સૂત્રો મુજબ રાજ્ય સરકારના ગેઝેટ નોેટીફિકેશનમાં જણાવાયું છે કે ફેક્ટરીઓ (ગુજરાત સુધારો) વટહુકમ ર૦રપ બહાર પાડવામાં આવ્યો છે, કારણકે રાજ્ય સરકાર આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માગે છે. એટલું જ નહિં રાષ્ટ્રીય મહત્ત્વના રોકાણને નવા પ્રોજેક્ટ્સમાં આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવા માગે છે.
સરકારે ગેઝેટ નોટીફિકેશનમાં કહ્યું છે કે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી એક વટહુકમ બહાર પાડવામાં આવી રહ્યો છે.
વટહુકમમાં જણાવાયું છે કે તેનો હેતુ ઓવરટાઈમ કામ પર મહિલા કામદારોને રોજગારી આપવાનો છે. કામ કરવા અને કમાવવા માટે સમાનતા અને સમાન તક પૂરી પાડવાનો છે, અને રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલા કામદારોની સલામતી અને આરોગ્ય સુનિશ્ચિત કરવાની શરતોને આધીન, મહિલાઓને ચોવીસકલાક રોજગારી આપવનો છે, રાત્રિ શિફ્ટમાં કામ કરવા માટે રસ ધરાવતી મહિલા કામદારો પાસેથી લેખિત સંમતિ મેળવવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સુધારાઓ મહિલા કામદારોની સલામતી, ગૌરવ અને કલ્યાણનું રક્ષણ કરતી વખતે, લિંગ સમાવેશક્તા અને કાર્યબળ સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સુધારાઓ ઔદ્યોગિક રોજગારમાં મહિલાઓની ભાગદારીને પ્રોત્સાહન આપશે, જેમાં સમાવિષ્ટ અને પ્રગતિશીલ કાર્ય વાતાવરણનો વિકાસ થશે.
રાજ્યમાં કાર્યરત કંપનીઓ, મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ રાત્રિ શિફ્ટમાં મહિલા કર્મચારીઓને રોકવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણે કે સ્થાનિક સત્તાવાળાઓ પરવાનગી આપવામાં વધુ પડતી સાવધાની રાખતા હતાં. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સુધારાથી તમામ પ્રકારની સંસ્થાઓને રાત્રિશિફ્ટમાં મહિલાઓને રોજગારી આપવામાં સુવિધા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial