Advertisement
Author: નોબત સમાચાર

જામનગર રાજપૂત સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈઃ મામુલી ગુન્હામાં ગંભીર કાર્યવાહીનો વિરોધ

રાજકોટના ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાને 'પાસા'માંથી મુક્ત કરવા માગણીઃ આવેદનપત્ર

                                                                                                                                                                                                      

સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના સામાજિક અને ધાર્મિક આગેવાન પી.ટી. જાડેજાની રાજકોટ પોલીસે મામુલી ગુન્હાના આરોપમાં 'પાસા' જેવી ગંભીર કાર્યવાહી કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં વિરોધ ઊઠવા પામ્યો છે.

જામનગર રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી પી.ટી. જાડેજાને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ 'પાસા'ની કાર્યવાહીમાંથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે પીે.ટી. જાડેજા જે મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી-પ્રમુખ હતાં તે મંદિરની કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા લોકો દ્વારા સતત રીતે પૂજા વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો કરવામાં આવતો હતો, જેથી એક શિવભક્ત હોવાને નાતે તથા તે મંદિરના ટ્રસ્ટના પ્રમુખ-ટ્રસ્ટી હોવાને નાતે પોતાની ફરજના ભાગરૂપે તેઓએ આવા ધર્મ અને મંદિરનો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભો મેળવવાવાળા લોકોથી મંદિર અને મંદિરની વ્યવસ્થા જાળવી રાખવાના ઉમદા હેતુથી આવા ધર્મ વિરોધી લોકોને સમજાવવા પ્રયત્ન કરેલ કોઈ ગંભીર ગુન્હો કરેલ નથી.

પી.ટી. જાડેજા ક્ષત્રિય સમાજના એક સમાજિક આગેવાન હોય, જેથી રાજકીય કિન્નાખોરી રાખી કેટલાક રાજકીય લોકોના ઈશારે પોલીસે ખોટી રીતે મામુલી આરોપો સબબ 'પાસા' જેવા કાયદા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દઈને સમગ્ર ક્ષત્રિય સમાજ સામે આ સ્પષ્ટરૂપે રાજકીય કિન્નાખોરી જ છે.

અનેક રાજકીય આગેવાનો અને અનેક મોટા મોટા બુટલેગરો, અનેક ગંભીર ગુનાના આરોપીઓ હોય તેમ છતાં તેમની સામે પોલીસ દ્વારા 'પાસા' હેઠળ કાર્યવાહી કરી જેલમાં ધકેલવાની કામગીરી કરવામાં આવતી નથી, પરંતુ પી.ટી. જાડેજા જેવા એક સામાજિક અને ધાર્મિક આગેવાન કે જેઓ ક્ષત્રિય સમાજના હોય જેથી રાજકીય કિન્નાખોરી અને રાજકીય ઈશારે પોલીસ પ્રશાસન ખોટી રીતે કાર્યવાહી કરી જેલમાં ધકેલી ગુજરાતની શાંતિ ડહોળવાનું કાર્ય કરી રહ્યું છે.

સમગ્ર રાજપૂત સમાજ વતી પોલીસની આવી રાજકીય દોરવણી અને કિન્નાખોરીવાળી ખોટી કાર્યવાહી અટકાવી પી.ટી. જાડેજા વિરૂદ્ધની ખોટી અને ભેદભાવપૂર્વકની 'પાસા'ની કાર્યવાહી અટકાવી ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારવા જણાવાયું છે.

જો પી.ટી. જાડેજા વિરૂદ્ધની ખોટી અને ભેદભાવપૂર્વકની 'પાસા'ની કાર્યવાહી અટકાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના ભાઈઓ-બહેનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આવેદનપત્રના અંતે જણાવવામાં આવી છે.

ક્ષત્રિય સમાજના આ વિરોધ પ્રદર્શન-રેલીના કાર્યક્રમમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ ભગવતસિંહ જાડેજા, હાલાર કરણી સેનાના કાંતુભા જાડેજા, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના હરપાલસિંહ જાડેજા, જામનગર રાજપૂત યુવા સંઘના કુલદીપસિંહ જાડેજા, મહાકાલ સેનાના જયદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, ભાઈઓ-બહેનો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh