Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક પોલીસની નિષ્ફળતા પછી ડીવાયએસપી ટીમ ત્રાટકીઃ
ઓખા તા. ૭: ઓખામંડળના મીઠાપુર સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થઈ રહી છે. સ્થાનિકોની રજૂઆત પછી પણ બુટલેગરો સહીસલામત રીતે પોતાનું કામ કરતા હોવાથી લોકો ત્રાહિમામ બન્યા છે. તે દરમિયાન શનિવારે ડીવાયએસપી ટીમે દરોડા પાડી ૨૦૦ લીટર દેશી દારૂ ભરેલા ચાર બાચકા કબજે કર્યા છે અને ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની બદીએ માજા મૂકી હોય તેમ પ્યાસીઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. અવારનવાર રજૂઆતો બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવતી ન હોવાની સ્થાનિકો દ્વારા અનેક વખત અલગ અલગ માધ્યમથી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ કાર્યવાહી કરાતી નથી. ત્યારે ડીવાયએસપીની ટીમે મીઠાપુર વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની અલગ અલગ રેઈડ કરી રૂ. ૧,૨૧,૮૦૦ના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
મીઠાપુરના તાબા હેઠળ આવેલા આરંભડા ગામે એક રહેણાંક મકાનમાં ડીવાયએસપીની ટીમે દરોડો પાડતા દેશી દારૂ ભરેલા ચાર બાચકા મળી આવ્યા હતા જેની તપાસ કરાતા તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ રૂ. ૪૦,૦૦૦નો મળી આવ્યો હતો. આ દારૂ જેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે તે લખમણ માણેક, કિશન સુમણીયા અને કાનાભા સુમણીયા ફરાર થઈ ગયા હતા. ડીવાયએસપી ટીમ દ્વારા મીઠાપુર પોલીસમાં ગુન્હો દાખલ કરાવાયો છે.
બીજા દરોડામાં મીઠાપુર પોલીસની હદમાં આવેલા આરંભડા નાગેશ્વર રોડ પર સ્કૂટર પર જઈ રહેલા દેવાભા મીયાજરભા કારા નામના શખસને ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. તે વિદેશી દારૂ શક્તિસિંહ બટુકસિંહ વાઢેર પાસેથી ખરીદ કર્યાનું ખૂલતા આ શખ્સના સગડ દબાવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial