Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જી દ્વારા 'ધ ગીર ઈનહેરિટેન્સ' કોફી ટેબલ બુકનું મુંબઈમાં કરાયુ અનાવરણ

ભારતના નેચરલ હેરિટેજના રક્ષણ માટે કંપનીએ વ્યકત કરી પ્રતિબદ્ધતાઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૫: નયારા એનર્જીએ 'ધ ગીર ઈનહેરિટેન્સ' કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું છે. ગીરના વારસા અને સંરક્ષણની પરંપરાની ઉજાગર કરવાની સાથે બુકમાં માહિતીનો સ્ત્રોત ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરની ઈન્ટીગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ ધ ગીર ઈનહેરિટેન્સ નામના કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું છે, જે ગીરના સમૃદ્ધિથી ભરેલા વારસા તથા સ્થાયી સંરક્ષણની વિરાસતને સેલિબ્રેટ કરે છે. અભ્યારણ દ્વારા પ્રકાશિત આ પુસ્તક ગીરના સુપ્રસિદ્ધ સિંહના સમર્થનના પગલાં સ્વરૂપે પસંદગીના પ્રાપ્તકર્તાઓને ભેટ આપવામાં આવી છે.

આ પુસ્તક પ્રકૃતિની સાનુકૂળતા અને આગામી પેઢીઓ માટે તેને સંરક્ષિત કરવાના સતત પ્રયાસોને માટે ઉમદા પહેલ છે. આ ઉપરાંત આ એક વ્યાપક અનુભવને પ્રદાન કરે છે, જેમાં ગીરની અસાધારણ જૈવ વૈવિધ્યતાના વારસા તથા તેને સુરક્ષિત રાખવાના પ્રયાસોને દર્શાવવા માટેની આકર્ષક કથાઓ અને વિચારોત્તેજક કલ્પનાઓનું કલાત્મકને ઉત્તમ રીતે રજૂ કરવામાં આવેલ છે. જૈવ વિવિધતા અને સ્થાનીય આજીવિકા બન્નેને જાળવી રાખવામાં સંરક્ષણની અત્યંત મહત્ત્વની ભૂમિકાને દર્શાવતા આ પુસ્તકમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવેલ છે કે કેવી રીતે વન્યજીવોની સુરક્ષા કરવાથી સમુદાયોને પોષણ આપે તેવી ઈકોસિસ્ટમની સુરક્ષા થાય છે, આ ઉપરાંત ટકાઉ ભવિષ્ય માટે ઈનોવેટીવ દૃષ્ટિકોણ તથા સામુદાયિક રોકાણને પ્રેરણા મળે છે.

* નયારા એનજીર્માં અમે ભારતના નેચરલ હેરિટેજના સંરક્ષણ તથા જતન માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. અમે આ મહત્ત્વના કાર્યને સાકાર કરવાને લઈ ગર્વ અનુભવી છીએ. ગીર ઈનહેરિટન્સ તે તમામ લોકોના સતત સમર્પણ અંગે પ્રશંસા છે કે જેમણે ગીર અને તેની ઈકોસિસ્ટમની રક્ષા માટે સતત પ્રયત્ન કર્યાં છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે આગામી પેઢીઓને આ અમૂલ્ય જીવનને લગતા વારસામાં હાંસલ થયેલ છે. નયારા એનજીર્ને આ મહત્વના મિશનમાં ભાગ લેવાને લઈ ગર્વ છે, જે પર્યાવરણ સંરક્ષણ તથા સતત વિકાસ પ્રત્યે અમારી કટિબદ્ધતાની પૃષ્ટિ કરે છે એવું    નયારા એનજીર્ના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તેયમુર અબાસગુલિયેવે જણાવ્યું હતું.

*કોફી ટેબલ બુકના અનાવરણ પ્રસંગે માહિતી આપતા, સેન્ચ્ચુરી એશિયાના એડિટર બિટ્ટુ સહગલે જણાવ્યું હતું કે, ગીર ઈનહેરિટેન્સ કોફી ટેબલ બુક ગીરના સમૃદ્ધ વારસાને દર્શાવે છે, જે લુપ્તપ્રાય એશિયાટીક ગીરનું અંતિમ અભ્યારણ આવાસ છે. ગુજરાતનું આ ગૌરવ વૈજ્ઞાનિકો, સ્થાનિક સમુદાયો, તથા સંરક્ષણવાદીઓના સતત પ્રયત્નોનું પરિણામ છે. આ બાબત જોઈને ખુશી થાય છે કે નયારા એનર્જી આ મહત્વના સંરક્ષણને લગતા પ્રયત્નોને સંપૂર્ણપણે સમર્થન આપી રહેલ છે અને એ બાબત સુનિશ્ચિત કરે છે કે આ અત્યંત મહત્ત્વના વારસાને આગામી પેઢીઓ માટે જતન કરીને રાખવામાં આવે.

આ ઉમદા પહેલના માધ્યમથી કંપની જાગૃતિ વધારવા અને સંરક્ષણને લગતા પ્રયત્નો માટે સતત સમર્થનને પ્રેરિત કરવાનો પ્રયત્નો કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh