Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... એક તરફ અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ શાંત પડવાના સંકેતને કારણે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવા છતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નજીવા ઘટાડા સાથે થઇ હતી. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ શેરબજારમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી, તેના પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાં તેમજ ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે ફંડોનું રોકાણ વધતું રહેવાથી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળની સાથે કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોમાં પસંદગીના સારા રિઝલ્ટના આકર્ષણને કારણે સ્થાનિક બજાર છેલ્લા ઘણા દિવસોથી પોઝીટીવ ઝોનમાં રહ્યું હતું, પરંતુ વૈશ્વિક બજારોની સાવચેતી પાછળ આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૬%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૪% અને નેસ્ડેક ૦.૭૪% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, ટેલિકોમ્યુનિકેશન, ટેક, મેટલ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૭ અને વધનારની સંખ્યા ૧૦૬૩ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકાની ટેરિફ નીતિમાં અનિશ્ચિતતા અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર જણાતા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૦.૨% ઘટાડીને ૬.૩% કર્યો. એશિયા-પેસિફિક ક્ષેત્રની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ચીનનો વિકાસ દર ૦.૭% ઘટીને ૨૦૨૫માં ૩.૫% અને ૨૦૨૬ માં ૩% થવાની ધારણા છે. જયારે ભારત માટે, એસએન્ડપી એ ૨૦૨૫-૨૬ માં જીડીપી વૃદ્ધિ ૬.૩% અને ૨૦૨૬-૨૭ માં ૬.૫% રહેવાનો અંદાજ લગાવ્યો છે. માર્ચમાં, હ્લરૂ૨૬ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭%થી ઘટાડીને ૬.૫% કર્યો હતો. યુએસ ટ્રેડ પોલિસીમાં ફેરફારો વિશ્વ વૃદ્ધિને ધીમી કરશે. જો ટેરિફ પોલિસી શોકની અસર વધ શે, તો વૈશ્વિક અર્થતંત્રની ભૂમિકા અનિશ્ચિત બની શકે છે.
મજબૂત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને કારણે એપ્રિલમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે ઝડપી ગતિએ વૃદ્ધિ નોંધાવી છે. જેના કારણે નિકાસ અને રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થયો છે. ભારતીય ચીજવસ્તુઓની મજબૂત માંગને કારણે કંપનીઓની કિંમત નિર્ધારણ શક્તિમાં વધારો અને વેચાણ શુલ્ક ઓક્ટોબર ૨૦૧૩ પછીના સૌથી વધુ સ્તરે પહોંચી ગયા છે. આગામી ચૂંટણીઓને કારણે પ્રવૃત્તિમાં વધારો થતાં ભારત અને ફિલિપાઇન્સ જેવા સ્થાનિક રીતે સંચાલિત અર્થતંત્રો માટે પીએમઆઈ સ્થિર હોવાને કારણે બાહ્ય આંચકાઓ સામે વૃદ્ધિને ટેકો આપવા માટે સ્થાનિક માંગ મહત્વપૂર્ણ સાબિત થશે. તેના પરિણામે નાણાકીય મુદ્દાઓ પર નીતિગત પ્રોત્સાહનોની ગતિ ઝડપી થઈ શકે છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૫૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૦૪૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૨૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૪૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૫૯૯૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૫૪૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૬૧૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૪૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૧૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૯૬૫૮૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....
બજાજ ફિનસર્વ (૨૦૪૪) : બજાજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૭૩ થી રૂ.૨૦૮૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૨૧૦૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
એસીસી લિ. (૧૮૭૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૮૩૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૦૦ થી રૂ.૧૯૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એસબીઆઈ લાઈફ (૧૭૮૫) : રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૦ થી રૂ.૧૮૧૩ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
વોલ્ટાસ લિ. (૧૨૩૭) : હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૨૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
એસબીઆઈ કાર્ડ્સ (૯૦૪) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૭૪ સ્ટોપલોસ ધ્યાને લઈ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૧૯ થી રૂ.૯૩૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.