ચિરવિદાય

મ્ૂળ ભરાણા (હાલ જામનગર) નિવાસી સ્વ. નરોતમદાસ હરીદાસ દત્તાણીના પુત્ર કમલેશભાઈ (ઉ.વ.૫૪) તે મહેન્દ્રભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ, દક્ષાબેન તથા સ્વ. કમળાબેનના ભાઈ, કિશન, નિખિલ, મહેકના પિતા, કલ્પેશભાઈના કાકાનું તા. ૧૦ ના અવસાન થયું છે.

જામનગર નિવાસી અમૃતલાલ રાયચંદ સંઘવી (ઉ.વ.૯૧) તે સ્વ. રાયચંદ ભાણજી સંઘવી (ખીલોસવાળા) ના પુત્ર, સ્વ. મુલચંદ મીઠાલાલના જમાઈ, રાજેશભાઈ (અમેરિકા), અલ્પાબેન ડી. શાહ, પ્રિતિબેન સંઘવીના પિતા, ડો. મીત શાહ, ડો. ધરતી શાહ, રોહન સંઘવી, સિયા સંઘવી, રીયા સંઘવી, હેના સંઘવી ના દાદા, સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. કાંતિલાલ, સ્વ. ચમનલાલ, સ્વ. મનહરલાલ, ડો. નવિનચંદ્રના ભાઈનું તા. ૯ ના અવસાન થયું છે.

જામનગર નિવાસી (મૂળ મોટીલાખાણીના) વનરાજસિંહ લખુભા જાડેજા, તે લખુભા અનોપસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ કેશુભા જાડેજા, રાજેન્દ્રસિંહ કેશુભા જાડેજા, સ્વ. ધર્મેન્દ્રસિંહ લખુભા જાડેજા, ભરતસિંહ લખુભા જાડેજા, સંજયસિંહ લખુભા જાડેજા, દિલીપસિંહ અનોપસિંહ જાડેજાના ભાઈ, વિરેન્દ્રસિંહ વનરાજસિંહ, જયદીપસિંહ, વનરાજસિંહ જાડેજાના પિતા, તથા વિશ્વરાજસિંહ, યશપાલસિંહ, ભવદિપસિંહના મોટાબાપુ, પૃથ્વીસિંહ બહાદુરસિંહ જાડેજાના કાકાનું તા. ૮ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦ ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ માટે બ્રહ્મક્ષત્રિયની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગર તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તથા ઉત્તરક્રિયા તા. ૧૯-૭-૨૫, શનિવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.

close
Ank Bandh