Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યમાં ઉપરીવર્ગ, સહકાર્ય વર્ગ, નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસો કરે. પરંતુ ખર્ચ જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૫
Cancer (કર્ક: ડ-હ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૮
Leo (સિંહ: મ-ટ)
જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતા આપને રાહત જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૫
Libra (તુલા: ર-ત)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. કામનો ઉકેલ આવવાથી આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૪
Capricorn (મકર: ખ-જ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય જવાબદારી વાળા કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં ઘરાકી આવી જાય. કૌટુંબિક-પારિવારિક કામ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬