Advertisement
Author: નોબત સમાચાર

અફઘાનિસ્તાનમાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપઃ હિંદુકુશમાં કેન્દ્રબિંદુઃ ૮ લોકોના મૃત્યુ

ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ધરતી ધ્રુજીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: અફઘાનિસ્તાનમાં ૫.૯ની તીવ્રતાના ભૂકંપથી ૮ના મૃત્યુ થયા છે. દિલ્હી-એનસીઆર અને જમ્મુ-કાશ્મીરમાં પણ આંચકા અનુભવાયા છે. પાકિસ્તાન પણ ધ્રુજી ઉઠયુ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હિંદુકુશમાં હતું.

અફઘાનિસ્તાનના કાબુલમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપથી ૮ લોકોના મોત થયા છે, જયારે એક બાળકને ઈજા થઈ છે. ૫.૯ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા ભારત અને પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતાં.

આ ભૂકંપ રાત્રે ૯:૧૩ વાગ્યે નોંધાયો હતો. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં હતું અને ઊંડાઈ જમીનથી ૧૯૦ કિલોમીટર અંદર હતી. ભૂકંપના આંચકા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, ઈસ્લામાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા. તો ઉ.ભારતના રાજ્યોમાં પણ ધરતી ધ્રુજી હતી.

દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર અને પંજાબ-હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં પણ ગઈકાલે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી, નોઈડા અને ગુરૂગ્રામમાં ધરતી ધ્રુજતા બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો ગભરાઈને સુરક્ષા માટે ખુલ્લા મેદાનોમાં દોડી આવ્યા હતાં.

દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ૫.૯ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપના કારણે દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

માત્ર રાજધાની દિલ્હી જ નહીં, પરંતુ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ ધરતી હલતા લોકો સુરક્ષા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. દિલ્હી-એનસીઆરની બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોએ આંચકા સ્પષ્ટપણે અનુભવ્યા હતા.

ભૂકંપની અસર જમ્મુ-કાશ્મીરમાં પણ વ્યાપક સ્તરે જોવા મળી હતી. ઉધમપુર, પુંછ અને કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં જમીન હલવાને કારણે લોકો તાત્કાલિક પોતાની ઓફિસો અને રહેણાંક મકાનો છોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આંચકા થોડી સેકન્ડો સુધી જ રહ્યા હતા, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી કે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સદનસીબે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ મોટા જાનમાલના નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. વહીવટતંત્ર હાલ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ જનતાને શાંતિ જાળવવા વિનંતી કરી છે અને અપીલ કરી છે કે લોકો ગભરાયા વગર સાવચેત રહે અને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ પર ધ્યાન ન આપે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh