Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૨ વર્ષ પહેલાં પાંચ શખ્સે પ્રાણઘાતક હથિયારોથી કરી હતી હત્યાઃ
જામનગર તા.૨૫ : ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પર કેટલાક વાહનો પર ટોલટેકસ ભરવાના મુદ્દે ૧૨ વર્ષ પહેલા થયેલા ઝઘડા પછી વર્ષ ૨૦૧૪ના માર્ચ મહિનામાં પાંચ શખ્સે પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સિક્યુરિટી પર ધ્રાંગડા ગામના પાટીયા પાસે હુમલો કર્યાે હતો. હત્યામાં પલટાયેલા આ બનાવમાં ચાર આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.
ધ્રોલ નજીકના ધ્રા્ંગડા ગામના પાટીયા પાસે ગઈ તા.૧૦-૩-૨૦૧૪ની રાત્રે કેટલાક શખ્સો દોડી આવ્યા હતા. તેઓએ સુમારભાઈ, ઈકબાલભાઈ, એજાઝભાઈ વગેરે પર છરી-પાઈપથી હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર સુલતાન બશીર તથા બશીર ઈસ્માઈલને પણ ઈજા કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ઈકબાલભાઈ, સુમારભાઈ, એજાઝભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતની ફરિયાદ થયા પછી આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે હનીફ રસુલ મકવાણા, નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા, ગિરીશ ગોપાલભાઈ બારૈયા, રમઝાન રસુલ મકવાણા સામે ગુન્હો નોંધ્યો હતો.
આ બાબતનો કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા દલીલ કરવામાં આવી હતી કે, હુમલાખોરના જૂથના વાહનોના ટોલટેક્સ ભરવાના મુદ્દે અગાઉ બોલાચાલી થઈ હતી. તે પછી બનાવના દિવસે છરી, પાઈપ, કોયતા સાથે હુમલખોરો ધસી આવ્યા હતા અને સોયલ ટોલનાકા પર સિક્યુરિટીમાં ફરજ બજાવતા ઈજાગ્રસ્તો પર પ્રાણઘાતક હુમલો કરાયો હતો.
ફરિયાદ પક્ષે ૩૫ સાક્ષીની જુબાની, ૫૧ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી હનીફ રસુલ મકવાણા, નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા, ગિરીશ ગોપાલભાઈ બારૈયા, રમઝાન રસુલ મકવાણાને તકસીરવાન ઠરાવી આઈપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૪ના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૂ।.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે આઈપીસી ૩૦૭ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ અને રૂ।.૫ હજારનો દંડ ફટકારાયો છે. સરકાર તરફથી પીપી પિયુષ પરમાર અને મૂળ ફરિયાદી તરફથી વકીલ એ.યુ. સફીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial